HeadingMore

Advertisement

હવે કરિયાણાની દુકાન, રેકડી પરથી પણ ખરીદી શકાશે રૂ. 10માં વાઈ-ફાઈ!

divyabhaskar.com | Apr 21,2017 2:58 PM IST
  • હવે કરિયાણાની દુકાન, રેકડી પરથી પણ ખરીદી શકાશે રૂ. 10માં વાઈ-ફાઈ!
  • હવે કરિયાણાની દુકાન, રેકડી પરથી પણ ખરીદી શકાશે રૂ. 10માં વાઈ-ફાઈ!
    +2
નવી દિલ્હી. ઈન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરનારાઓ તથા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરનારાઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. હવે તમે વાઈ-ફાઈ આધારિત ડેટા પેક કોઈપણ કરિયાણાની દુકાને કે લારી (કાર્ડ વેન્ડર) પરથી 10 રૂપિયા જેટલી ઓછી કિંમતે પણ ખરીદી શકશો. પ્લાસ્ટિક કરન્સીનો ઉપયોગ કરનારને હવે ચાર આંકડાનો PIN યાદ રાખવાની જરૂર નહીં રહે કારણ કે એવી ટેક્નોલોજી વિકસી રહી છે જેમાં માત્ર ફિંગરપ્રિન્ટની મદદથી પેમેન્ટ કરી શકાશે.   
2 of 3
3 of 3
PIN જરૂરી નથી, સેન્સર પર આંગળી મૂકતા થશે પેમેન્ટ, ટૂંક સમયમાં આવશે બાયોમેટ્રિક કાર્ડ
 
- ક્યાં પણ કાર્ડથી પેમેન્ટ કરવા માટે ચાર આંકડાનો પિન યાદ રાખવો જરૂરી હોય છે ત્યારે જ પેમેન્ટ થઈ શકે છે પરંતુ ટૂંક સમયમાં નેક્સ્ટ જનરેલશન બાયોમેટ્રિક કાર્ડ લોન્ચ થશે, જેના દ્વારા આંગળીની મદદથી પણ પેમેન્ટ કરી શકાશે.
- નવા કાર્ડ્સમાં ચિપ ટેક્નોલોજીને ફિંગરપ્રિન્ટની સાથે જોડવામાં આવી છે. તેના કારણે સ્ટોરમાં ખરીદી દરમિયાન કાર્ડ હોલ્ડરની ઓળખ વેરિફાઈ થઈ શકશે.
- હાલ દક્ષિણ આફ્રિકામાં આ નવા કાર્ડ્સને લઈને બે ફેઝમાં ટ્રાયલ થયા છે.
 
ટૂંક સમયમાં થશે એશિયામાં ટ્રાયલ
 
- ન્યૂઝ એજન્સી મુજબ, આ દરમિયાન આ કાર્ડ્સથી પેમેન્ટ આસાન થશે. યૂરોપ અને એશિયામાં તેનો ટ્રાયલ આગામી થોડાક મહિનામાં કરવામાં આવશે.
- ગ્લોબલ પેમેન્ટ અને ફાયનાન્સિયલ સર્વિસ આપનારી કંપની માસ્ટરકાર્ડનું કહેવું છે કે આવતા વર્ષની શરૂઆત સુધી અમેરિકામાં તેનો ઉપયોગ શરૂ કરવામાં આવી શકે છે.
 
હવે આવી રીતે થશે પેમેન્ટ
 
- પેમેન્ટ કાર્ડ પર બાયોમેટ્રિક સેન્સર લાગેલું હશે જે ફિંગરપ્રિન્ટ સ્કેન કરશે. પેમેન્ટ માટે યૂઝરને માત્ર સેન્સર પર આંગળી રાખવાની રહેશે.
- કાર્ડ પર મેગ્નેટિક સ્ટ્રિપ પણ નહીં હોય. નવા કાર્ડ માટે એનરોલમેન્ટ સેન્ટર (કદાચ બેન્ક) જવું પડશે જ્યાં કાર્ડ હોલ્ડર્સની ફિંગર પ્રિન્ટ સ્કેન કરવામાં આવશે.
- આ ડેટા કાર્ડમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. સાથોસાથ, ડેટા કાર્ડ પર લાગેલી ઈએમપી ચિપમાં નોંધાઈ જશે.

RECOMMENDED

Advertisement
Advertisement