HeadingMore

Advertisement

ખુશીમાં પાકિસ્તાન આપણાથી આગળ; ભારતનું સ્થાન 4 ક્રમ ઘટીને 122મા ક્રમે

Agency, New Delhi | Mar 21,2017 9:40 AM IST
  • ખુશીમાં પાકિસ્તાન આપણાથી આગળ; ભારતનું સ્થાન 4 ક્રમ ઘટીને 122મા ક્રમે
  • ખુશીમાં પાકિસ્તાન આપણાથી આગળ; ભારતનું સ્થાન 4 ક્રમ ઘટીને 122મા ક્રમે
    +2
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રએ 2017 માટે વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ જાહેર કર્યો છે. તે અનુસાર ખુશી મામલે પાકિસ્તાન સતત બીજા વર્ષે આપણાથી આગળ છે. ભારત 155 દેશોની યાદીમાં અગાઉ કરતા 4 સ્થાન પાછળ સરકીને 122મા ક્રમે આવ્યું છે. પાકિસ્તાન 12 ક્રમ આગળ વધ્યું છે. 3 વર્ષથી આ યાદીમાં ટોચે રહેલા ડેનમાર્કને પાછળ છોડીને નોર્વે સૌથી ખુશ દેશ બન્યો છે. સોશિયલ સપોર્ટ અને ભ્રષ્ટાચારમાં ઘટાડાના કારણે નોર્વેને સૌથી વધુ સ્કોર મળ્યા છે. રિપોર્ટમાં તમામ દેશોને તેમને ત્યાં પારસ્પરિક વિશ્વાસ અને મદદ, સમાનતા તેમજ લોકોનું જીવનસ્તર ઉંચુ લાવવા માટે કામ કરવાની સલાહ આપવામાં આવી છે.
2 of 3
3 of 3
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ
ટ્રમ્પની નીતિઓથી અમેરિકામાં સ્થિતિ બગડી- રિપોર્ટ
 
અમેરિકનો જીડીપી વધે છે પરંતુ હેપ્પીનેસ મામલે એક ક્રમ પાછળ પડીને 14મા ક્રમે આવ્યું છે. રિપોર્ટમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અંગે કહેવાય છેકે ટ્રમ્પની નીતિઓના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ. અમેરિકામાં અસમાનતા, અવિશ્વાસ અને ભ્રષ્ટાચારના કારણે ખુશી ઘટી છે. જોકે બ્રિટન, જર્મની અને ફ્રાન્સ જેવા મોટા દેશોથી અમેરિકા આગળ છે.
 
 
દેશ---------     રેન્ક

અમેરિકા----- 14
જર્મની-----    16
બ્રિટન-----     19
ફ્રાન્સ------     31

RECOMMENDED

Advertisement
Advertisement