HeadingMore

Advertisement

જાધવને ફાંસીમાંથી રાહત અપાવવાનું 'એજન્ટ મિત્તલે' પાર પાડ્યું મિશન

divyabhaskar.com | May 19,2017 1:53 PM IST
  • જાધવને ફાંસીમાંથી રાહત અપાવવાનું 'એજન્ટ મિત્તલે' પાર પાડ્યું મિશન
  • જાધવને ફાંસીમાંથી રાહત અપાવવાનું 'એજન્ટ મિત્તલે' પાર પાડ્યું મિશન
  • જાધવને ફાંસીમાંથી રાહત અપાવવાનું 'એજન્ટ મિત્તલે' પાર પાડ્યું મિશન
  • જાધવને ફાંસીમાંથી રાહત અપાવવાનું 'એજન્ટ મિત્તલે' પાર પાડ્યું મિશન
    +6
નેશનલ ડેસ્ક. ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને પાકિસ્તાની આર્મી કોર્ટ દ્વારા ફટકારાયેલી ફાંસી પર ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) તરફથી લગાવવામાં આવેલી રોક બાદ સમગ્ર દેશમાં વકીલ હરીશ સાલ્વેના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. જાધવ કેસમાં મળેલી સફળતામાં સાલ્વે જેટલી ક્રેડિટ મેળવવાના હકદાર છે તેના જેટલા જ હકદાર છે ‘એજન્ટ મિત્તલ’ એટલે કે ભારતીય વિદેશ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી ડો. દીપક મિત્તલ.
2 of 7
3 of 7
'એજન્ટ મિત્તલ'ના સેન્સ ઓફ હ્યૂમરનું ICJ બન્યું સાક્ષી
 
- મિત્તલનો કેસ પર ઊંડો અભ્યાસ અને તેમનું સેન્સ ઓફ હ્યૂમર ICJની કાર્યવાહી દરમિયાન પણ દેખાયું.
- સોમવારે થયેલી સુનાવણી દરમિયાન તમામ લોકોને મિત્તલ સાથેનો પ્રસંગ યાદ છે.
- પાકિસ્તાની પ્રતિનિધિમંડળના એડવાઇઝર સૈયદ ફરાજ હુસૈન જૈદીએ જ્યારે હેન્ડશેક માટે હાથ લંબાવ્યો તો મિત્તલે તેમને હાથ જોડીને નમસ્કાર કર્યા. જૈદી નેધરલેન્ડ સ્થિત પાકિસ્તાની એમ્બેસીમાં અધિકારી છે.
- મિત્તલની આ ફટકાર જૈદી માટે વધુ તકલીફવાળી એટલા માટે પણ રહી કારણ કે મિત્તલે પાકિસ્તાની પ્રતિનિધિમંડળના બાકીના તમામ સભ્યો સાથે હેન્ડશેક કર્યા.
 
આગળની સ્લાઇડમાં વાંચો, ચુકાદા પહેલા 'એજન્ટ મિત્તલ' જીત માટે હતો આત્મવિશ્વાસ...
4 of 7
ચુકાદા પહેલા 'એજન્ટ મિત્તલ' જીત માટે હતો આત્મવિશ્વાસ
 
- મિત્તેલે ICJમાં ભારતના દાવાને મજબૂત રીતે પ્રસ્તુતી કરી. ભારતે કહ્યું હતું કે જાધવ એક નિર્દોષ ભારતીય છે જેને પાયાવિહોણા આરોપના આધારે બંદી બનાવીને રાખવામાં આવ્યો છે.
- ગુરુવારે જ્યારે ચુકાદો સાંભળવા માટે બંને પક્ષ કોર્ટમાં આવ્યા તો ભારતનો કોન્ફિડન્સ શરૂઆતથી જ નજરે પડતો હતો.
- મિત્તલ અને બાકી ટીમ મેમ્બર પાકિસ્તાની પ્રતિનિધિમંડળ કરતા ઘણા પહેલા કોર્ટે પહોંચી ગયા હતા.
- ચુકાદો સંભળાવતી વખતે ICJના પ્રેસિડન્ટ રોની અબ્રાહમે કહ્યું કે કોર્ટનો ચુકાદો તમામ પર લાગુ થાય છે અને પાકિસ્તાન સુનિશ્ચિત કરે કે તે ચુકાદાનું પાલન કરવા જઈ રહ્યું છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો, ICJમાં ભારતનો ડંકો વાગતા 'એજન્ટ મિત્તલ'ના ચહેરા પર આવી રોનક...
5 of 7
ICJમાં ભારતનો ડંકો વાગતા 'એજન્ટ મિત્તલ'ના ચહેરા પર આવી રોનક
 
- ગુરુવારે જ્યારે ICJએ ભારતની તરફેણમાં ચુકાદો સંભળાવ્યો તો ત્યાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા દીપક મિત્તલના ચહેરા પર જીતની ખુશી સ્પષ્ટ જોઈ શકાતી હતી.
- ભારતના પ્રતિનિધિમંડળ સાથે ICJમાં ઉપસ્થિત 'એજન્ટ મિત્તલ'ના માથે કુલભૂષણ જાધવને ફાંસીના માંચડે ચઢતા અટકાવવાની મોટી જવાબદારી હતી.  
- દીપક મિત્તલે એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ એક મોટી જીત છે. કોર્ટના આ આદેશથી કુલભૂષણ જાધવની જિંદગી બચાવવામાં મદદ મળશે.
 
આગળની સ્લાઇડમાં વાંચો, મીડિયાની ચમક-દમકથી દૂર રહેવાનું પસંદ કરે છે 'એજન્ટ મિત્તલ'...
6 of 7
મીડિયાની ચમક-દમકથી દૂર રહેવાનું પસંદ કરે છે 'એજન્ટ મિત્તલ'
 
- મિત્તલને આગામી સમયમાં કોર્ટ રૂમમાં લડવામાં આવનારા કેસની ગંભીરતાનો અહેસાસ છે. મિત્તલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, બાકીની કાયદાકિય પ્રક્રિયાઓ ચાલતી રહેશે પરંતુ હાલમાં અમે આ આદેશથી ખૂબ જ ખુશ છીએ.
- કોર્ટના ચુકાદા બાદ તેઓ તસવીર ખેંચાવવા માટે તૈયાર થયા અને મીડિયાની ચમક-દમકથી બચતા બીજા રસ્તેથી બહાર જતા રહ્યા.
- બીજી તરફ, પાકિસ્તાનના એજન્ટ મુખ્ય રસ્તાથી બહાર આવ્યા અને થોડીવાર સુધી મીડિયા સાથે વાતચીત કરી.
7 of 7

RECOMMENDED

Advertisement
Advertisement