HeadingMore

Advertisement

ગુજરાતમાં UP પેટર્નથી લડાશે ચૂંટણી, 151નાં લક્ષ્યાંક માટે બે ફોર્મ્યુલા

Tikendra Raval, Ahmedabad | Mar 21,2017 9:25 AM IST
  • ગુજરાતમાં UP પેટર્નથી લડાશે ચૂંટણી, 151નાં લક્ષ્યાંક માટે બે ફોર્મ્યુલા
  • ગુજરાતમાં UP પેટર્નથી લડાશે ચૂંટણી, 151નાં લક્ષ્યાંક માટે બે ફોર્મ્યુલા
  • ગુજરાતમાં UP પેટર્નથી લડાશે ચૂંટણી, 151નાં લક્ષ્યાંક માટે બે ફોર્મ્યુલા
    +3
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી યુપી પેટર્નથી લડવા માટેની ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ મુખ્યમંત્રીના ઉમેદવાર અગાઉથી જાહેર કરવામાં નહીં આવે. 1995 એટલે કે 22 વર્ષ બાદ ગુજરાતમાં પ્રથમ વખત ભાજપ મુખ્યમંત્રી જાહેર કર્યા વિના ચૂંટણીમાં જંપલાવશે. આ ઉપરાંત ગુજરાતમાં ફરી એકવાર ડેપ્યુટી સીએમ પદ પણ આપવામાં આવશે. 
2 of 4
ગુજરાતમાં પણ 151થી વઘુ બેઠકો મેળવીને રેકોર્ડ કરવા માટે ભાજપે રણનીતિ ઘડી કાઢી છે
ગુજરાતમાં પણ 151થી વઘુ બેઠકો મેળવીને રેકોર્ડ કરવા માટે ભાજપે રણનીતિ ઘડી કાઢી છે
ગુજરાતમાં પણ 151થી વઘુ બેઠકો મેળવીને રેકોર્ડ કરવા માટે ભાજપે રણનીતિ ઘડી કાઢી છે
3 of 4
મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને નબળા તારવામાં આવી રહ્યાં છે
મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને નબળા તારવામાં આવી રહ્યાં છે
મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને નબળા તારવામાં આવી રહ્યાં છે
પ્રજા સામે મૂકવા માટે દમદાર નેતા નથી
 
UPમાં ભવ્ય વિજય બાદ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ ચરમે જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં વહેલી ચૂંટણીની ચર્ચાએ પણ જોર પકડયો છે. પરંતુ હાલ ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠન પ્રજા પરથી પકડ ગુમાવી રહ્યું છે. મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને નબળા તારવામાં આવી રહ્યાં છે, જ્યારે ભાજપના નેતાઓ જાહેર કાર્યક્રમોમાં પ્રજાના રોષના શિકાર બનતાં જાય છે. આવામાં આગામી વિધાનસભાની ચૂંટણી કોઇ એક ચહેરાને પ્રોજેક્ટ કરી લડવી મુશ્કેલ છે. 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, ડેપ્યુટી સીએમની પેટર્ન ચાલુ રહેશે...
4 of 4
આંતરિક વિખવાદ ન સર્જાય માટે નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી તરીકે જાહેર કરી દેવામાં આવ્યા હતા
આંતરિક વિખવાદ ન સર્જાય માટે નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી તરીકે જાહેર કરી દેવામાં આવ્યા હતા
ડેપ્યુટી સીએમની પેટર્ન ચાલુ રહેશે
 
ગુજરાતમાંથી 2014માં નરેન્દ્ર મોદીની વિદાય બાદ આનંદીબેન પટેલનું બે વર્ષ સુધી શાસન ચાલ્યું હતું. તેમના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રી બનાવવા ભાજપ માટે ભારે કપરું હતું. કેમ કે, આનંદીબેનના રાજીનામા અને અમિત શાહની દખલગીરીને કારણે પક્ષમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો હતો. એકાએક વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવતાં આંતરિક વિખવાદ ન સર્જાય અને આનંદીબેનના જૂથને પણ સાચવી લેવા માટે તે સમયે નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી તરીકે જાહેર કરી દેવામાં આવ્યા હતા. રૂપાણીના શાસનમાં નાયબ મુખ્યમંત્રીપદના કારણે ભાજપનો આંતરિક મતભેદ ભૂલાવવા માટેની કોશિશ કરવામાં આવી રહી છે. અમિત શાહ અને આનંદીબેન જૂથ બન્નેને સાચવી લેવામાં આવ્યા છે. તેજ પેટર્ન 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ચાલી રખાશે, જેમાં મુખ્યમંત્રી બેનના જૂથનો હશો તો ડેપ્યુટી સીએમ અમિત શાહ જૂથના મૂકીને મામલો થાણે પડાશે.

RECOMMENDED

Advertisement
Advertisement