HeadingMore

Advertisement

હાર્દિક અને ચોર મંડળી રાજકારણ કરશે તો જોઇ લઇશું: છોટા હાર્દિકની ચિમકી

Tikendra Raval, Ahmedabad | Feb 17,2017 10:19 PM IST
  • હાર્દિક અને ચોર મંડળી રાજકારણ કરશે તો જોઇ લઇશું: છોટા હાર્દિકની ચિમકી

    +7
અમદાવાદ: પાટીદાર અનામતના નામે આંદોલન ચલાવી રહેલાં હાર્દિક પટેલ સહિતના પાસના કન્વીનરોને ચોર મંડળી સાથે સરખાવતાં છોટા હાર્દિકે પાસ અને SPGને પડકાર ફેંક્યો હતો કે જો લાગણીશીલ પાટીદાર સમાજના નામે રાજકારણ કરશો કે વિધાનસભામાં ટિકિટો માંગશો તો તેમની સામે મોરચો માંડીશ. પાટીદાર અનામતના નામે આંદોલન ચલાવી રહેલાં લોકો સમાજને ગેરમાર્ગે દોરશે તો પણ તેમની સામે સમાજ એક બનીને બદલો લેશે. જો હું કોઇ રાજકીય પક્ષ સાથે જોડાઉં તો મારી માનું ધાવણ લાજશે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ માટે છોટા હાર્દિકે બાધા રાખી હતી અને દોઢ વર્ષ ઉઘાડા પગે ફર્યો હતો.
હાર્દિક પટેલ સહિતના પાસ અને SPGના નેતાઓ 14 પાટીદાર શહિદોને ભૂલી ગયા છે
3 of 8
મેં તો હાર્દિક માટે બાધા રાખી હતી.દોઢ વર્ષ સુધી ઉઘાડા પગે ચાલ્યો છું
મેં તો હાર્દિક માટે બાધા રાખી હતી. દોઢ વર્ષ સુધી ઉઘાડા પગે ચાલ્યો છું
મેં તો હાર્દિક માટે બાધા રાખી હતી. દોઢ વર્ષ સુધી ઉઘાડા પગે ચાલ્યો છું
ચિંતન શિબિર વિરમગામમાં કેમ?
 
પાટીદાર અનામત સામે વિરમગામથી ચિંતન શિબિરના માધ્યમથી સમાંતર આંદોલન ચલાવવાની ઘોષણા કરતાં છોટા હાર્દિકે જણાવ્યું હતું કે, હું અને હાર્દિક પટેલ બન્ને એક જ ગામના હોવાથી હાર્દિક પટેલની સામે ઉભા થયેલા સમાજના વિદ્રોહને ખાળવા અમે વિરમગામને જ પસંદ કર્યું છે. વિરમગામની ચિંતન શિબિરથી શરૂ થનારા આ સમાજની નવી રાહ પર અનામત અને પાટીદાર શહીદોને ન્યાય મેળવવાની નવી દિશા નક્કી થશે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, હાર્દિક રાજકીય હાથો બની રહ્યો છે...
4 of 8
કેશુભાઇ પટેલ સાથેની મુલાકાત દરમિયાનની તસવીર
કેશુભાઇ પટેલ સાથેની મુલાકાત દરમિયાનની તસવીર
કેશુભાઇ પટેલ સાથેની મુલાકાત દરમિયાનની તસવીર
હાર્દિક રાજકીય હાથો બની રહ્યો છે
 
પાટીદાર અનામત આંદોલન ચલાવી રહેલો હાર્દિક પટેલ મારા ગામનો જ છે. તેથી આંદોલનની શરૂઆતમાં દોઢ વર્ષ સુધી હું એની સાથે રહ્યો છું. આંદોલન દરમિયાન પોલીસ કેસ અને જેલવાસ પણ મને થયેલો છે. હાર્દિકની બદલાતી જતી દિશા અંગે અનેક વખત ધ્યાન દોર્યું હતું, તેમ છતાં હાર્દિક દિશાવિહિન બનીને અનામત માટે રાજકીય હાથો બની રહ્યો છે. હાર્દિક પટેલ સહિત પાસના નેતાઓએ મારી સામે ખોટા આક્ષેપો મૂકીને મને બદનામ કર્યો છે. મેં તો હાર્દિક માટે બાધા રાખી હતી. દોઢ વર્ષ સુધી ઉઘાડા પગે ચાલ્યો છું. મારે પૈસા બનાવવા હોત તો હાર્દિક જેલમાં હતો ત્યારે હું હિરો બની શકતો હતો, પણ હું પહેલાંથી જ હાર્દિક સાથે જોડાયેલો હતો. મારે સમાજ માટે લડવું છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, અનામત ગુજરાતમાંથી જ મળશે...
5 of 8
હાર્દિક પટેલ અન્ય રાજકીય પક્ષનો હાથો બની રહ્યો છે. આ પાટીદાર સમાજની લડાઇ છે અને અનામત ગુજરાતમાંથી જ મળશે

અનામત ગુજરાતમાંથી જ મળશે
 
હાર્દિક પટેલ અન્ય રાજકીય પક્ષનો હાથો બની રહ્યો છે. આ પાટીદાર સમાજની લડાઇ છે અને અનામત ગુજરાતમાંથી જ મળશે. એના માટે બીજા રાજ્યોમાં જવાની જરૂર નથી. હાર્દિક પટેલે શિવસેના સાથે મુલાકાત કરી તે પછી પાટીદારો નારાજ થયા છે. તે પોતાના રાજકીય હિત માટે અન્ય લોકોનો સહારો લઇ રહ્યો છે. આ વાત પાટીદાર સમાજને પસંદ પડી નથી. આ જ વસ્તુ આગામી વિધાનસભામાં જોવા મળશે તો પણ પાટીદાર સમાજ સહન નહીં કરે. પાટીદાર અનામતના નામે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટો માંગશે તો પાટીદાર સમાજ એક થઇને તેમની સામે લડશે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, મને શિવસેનાના નામે ધમકીઓ મળતી...
6 of 8
હાર્દિકના રાજકીય વલણ બાદ મેં સમાજ માટે લડવાનું નક્કી કર્યું
હાર્દિકના રાજકીય વલણ બાદ મેં સમાજ માટે લડવાનું નક્કી કર્યું
હાર્દિકના રાજકીય વલણ બાદ મેં સમાજ માટે લડવાનું નક્કી કર્યું
મને શિવસેનાના નામે ધમકીઓ મળતી
 
હાર્દિકના રાજકીય વલણ બાદ મેં સમાજ માટે લડવાનું નક્કી કર્યું અને હાર્દિક સામે પડ્યો. આ બાદ મને શિવસેનાના નામે ધમકીઓ આપવામાં આવતી હતી. લોકો મારા ઘરે આવીને ધમકી આપી જતાં. જે બાદ મારા મમ્મી બિમાર પડી ગયા છે. મારા મમ્મીએ મને શીખ આપી છે કે તું સમાજ માટે શહીદ થઇ જઇશ તો મને ગર્વ થશે, પણ ક્યારેય સમાજ સાથે ખોટું ના કરતો. હું ક્યારેય સમાજ સાથે ખોટું નહીં કરું. હું સમાજને ગેરમાર્ગે દોરવા નહીં દઉં.
7 of 8
પાટીદાર અનામતના નામે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટો માંગશે તો પાટીદાર સમાજ એક થઇને તેમની સામે લડશે
પાટીદાર અનામતના નામે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટો માંગશે તો પાટીદાર સમાજ એક થઇને તેમની સામે લડશે
પાટીદાર અનામતના નામે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટો માંગશે તો પાટીદાર સમાજ એક થઇને તેમની સામે લડશે
8 of 8
પાટીદાર સમાજને દિશા વિહિન બનાવી દીધો છે
પાટીદાર સમાજને દિશા વિહિન બનાવી દીધો છે

RECOMMENDED

Advertisement
Advertisement