HeadingMore

Advertisement

27 માર્ચ સુધીમાં કઇ રાશિના નક્ષત્રો રહેશે ધનભાવમાં? કોને થશે ધનલાભ?

Dharm Desk, Ahmedabad | Mar 21,2017 12:10 AM IST
  • 27 માર્ચ સુધીમાં કઇ રાશિના નક્ષત્રો રહેશે ધનભાવમાં? કોને થશે ધનલાભ?
  • 27 માર્ચ સુધીમાં કઇ રાશિના નક્ષત્રો રહેશે ધનભાવમાં? કોને થશે ધનલાભ?
  • 27 માર્ચ સુધીમાં કઇ રાશિના નક્ષત્રો રહેશે ધનભાવમાં? કોને થશે ધનલાભ?
  • 27 માર્ચ સુધીમાં કઇ રાશિના નક્ષત્રો રહેશે ધનભાવમાં? કોને થશે ધનલાભ?
    +13
ધર્મ ડેસ્ક, અમદાવાદઃ 21 માર્ચ થી 27 માર્ચ સુધી કઈ રાશિને મળશે મનગમતું ફળ, તમારા કાર્યોમાં ગતિ આવશે કે નહીં, તમારી માનસિક સ્થિતિ કેવી રહેશે, લગ્ન જીવન અને ધંધાકીય જીવન કેવું રહેશે, ધનલાભ મેળવવા માટે તમારે કેટલા પ્રયાસો કરવા પડશે, તમને આ દિવસે કેટલી સફળતા પ્રાપ્ત થશે. ધનલાભમાં કેવા ફેરફાર આવશે. વિદ્યાર્થીઓ માટે કેવું ભવિષ્ય રહેશે. વાંચો સાપ્તાહિક ટેરો ભવિષ્યફળ.
2 of 14
3 of 14
મેષ- (Arise) 21 માર્ચથી 20 એપ્રિલ
 
ઉન્નતિના અવસર મળશે. તમે જે સપનાને સાકાર કરવા માંગી રહ્યા છો તેની માટે તમને રાહ મળશે. જીવનમાં તમારા લક્ષ્યની તરફ અગ્રસર રહેવું સફળતા અવશ્ય મળશે. નવું વાહન ખરીદવા માટે સારો દિવસ છે. આ સાત દિવસોમાં તમારી સામે કોઇ એવી પરિસ્થિતિ ઉભરીને આવી શકે છે જેની વિશે તમે વિચાર્યું પણ નહીં હોય. કોઇ વાતને લઇને તમારે ઉતાવળ ન કરવી નહીં કારણ કે, દરેક કામ તેના સમયે પૂર્ણ થઇ જ જશે. જો તમે પ્રેમની શોધમાં છો તો જલ્દી જ તમારા જીવનમાં તમારી સોલ મેટનું આગમન થશે. કોઇ વ્યક્તિને આ સાત દિવસોમાં ઉધાર આપવું નહીં. ધન સંબંધી કોઇ ખરાબ સમાચાર પણ આ સાત દિવસમાં તમને મળી શકે છે. દાન અવશ્ય કરવું.
 
પ્રોફેશનઃ- કાર્યક્ષેત્રમાં બદલાવના કારણે પરેશાની અને તણાવ રહી શકે છે.
લવઃ- પ્રેમીની સાથે સારો સમય પસાર કરવા મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.
4 of 14
વૃષભ -(Taurus) 21 એપ્રિલથી 21 મે
 
તમારું મન કામમાં લાગશે નહી. તમારા જીવનની દિશાને લઇને મનમાં થોડી અસમંજસ બની રહી શકે છે. તમારી અંદર ભરપૂર યોગ્યતા હોવા છતાં પણ તમે તમારું કૌશલ્ય પૂર્ણ રીતે ઉપયોગ કરી શકશો નહીં જેના કારણે મનમાં અસંતોષની ભાવના રહેશે. જો તમારા થોડાં સપના છે તો તેને પૂર્ણ કરવા માટે આ સાત દિવસોમાં કોઇ પગલું અવશ્ય ઉઠાવવું. કોઇ વાતને લઇને ચિંતા અવશ્ય બની રહી શકે છે. તમારા વેપાર કે વ્યવસાય વિશે ગંભીરતાથી વિચાર કરવો. મનમાં કોઇપણ પ્રકારનો ભય હોય તો તેને દૂર કરવો. પ્રિયજનોની સાથે થોડો સમય વિતાવવાનો પ્રયાસ કરવો. કામને એટલું મહત્વ ન આપવું કે તમને તમારા પ્રિયજનો માટે સમય જ ન મળે.
 
પ્રોફેશનઃ- કાર્યક્ષેત્રમાં કામનો ભાર વધારે રહેશે.
લવઃ- પ્રિયજનોની સાથે સમય ઓછો પસાર થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારો રહેશે.
5 of 14
મિથુન -(Gemini) 22 મેથી 22 જૂન
 
પ્રોફેશનલ રૂપથી તમારી ઉન્નતિનો માર્ગ ખુલશે. પ્રમોશન થવાના યોગ છે. વેપારમાં જે ટેન્ડર કે પ્રોજેક્ટની થોડાં સમયથી રાહ હતી, તે તમને મળી જશે. કોઇપણ વાતની ઉતાવળ ન કરવી. પૂજાપાઠ કરવા માટે સમય સારો છે. પરિસ્થિતિ ભલે ગમે તેટલી પ્રતિકૂળ હોય, તમારી મહેનત અને વિશ્વાસથી તે તેમાં નિહિત વરદાન શોધી જ શકશો. વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરવો, એવું ન થાય કે તમે સુંદર પળને ગુમાવી બેસો અને જીવવાનું ભૂલી જાવ. તમારા જીવનમાં તમે વરદાન શોધવાનો પ્રયાસ કરો. તમારું મન આ સાત દિવસમાં તમે સ્થિર અને સંયમિત બનાવી રાખો.
 
પ્રોફેશનઃ- કામમાં તમારું ફોકસ ઘણું સારું બની રહ્યું છે.
લવઃ- પ્રેમી સાથે સારો સમય વિતાવવા મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
6 of 14
કર્ક -(Cancer) 23 જૂનથી 22 જુલાઇ
 
થોડાં સમયથી ચાલી રહેલી કોઇ પરેશાનીનો ઉકેલ મળી જશે. સ્થાન પરિવર્તનના યોગ છે. કાર્યક્ષેત્ર સાથે સંબંધિત સ્થાન પરિવર્તન તમારી માટે લાભકારી રહશે. નાની મોટી પરેશાનીઓ ચાલતી રહેશે. જેના કારણે તમે ચિંતિત થઇ શકો છો. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તેમાં તમારું કોઇ નુકસાન થવાનું નથી. અંગત અને વ્યવસાયી જીવનમાં તાલમેલ બેસાડવામાં થોડી મુશ્કેલી આવી શકે છે. તમારે તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું. દિવસ સામાજિક મેલજોલમાં વિતશે. જે તમારી માટે લાભકારી રહેશે. તમારી ઉર્જા ઘણી સક્રિય બની રહી છે જેના કારણે તમારા કામ જલ્દી બનશે. કાર્યક્ષેત્રમાં બદલાવ લાવવાનો અવસર તમને મળશે. તમારે તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખવો જોઇએ.
 
પ્રોફેશનઃ- કાર્યક્ષેત્રમાં જો તમે તમારા કાર્યક્ષેત્રમાં ખુશ નથી તો તમને જલ્દી જ કંઇક નવું કરવાનો અવસર પ્રાપ્ત થશે.
લવઃ- પ્રિયજનની સાથે કોઇ વાત ઉપર તણાવ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારા વિચારોમાં નરમી રાખવી.
7 of 14
સિંહ -(Leo) 23 જુલાઇથી 23 ઓગસ્ટ
 
આ સપ્તાહ તમારી માટે ફળદાયક રહેશે. કોઇ રચનાત્મક કાર્ય જરૂર કરવું. જેનાથી મન શાંત રહેશે અને આર્થિક લાભ થવાની સંભાવના રહેશે. કાર્યક્ષેત્રમાં કોઇ નવી શરૂઆત માટે સમય સારો છે. તમારો પ્રોફેશનલ વ્યવહાર તમારા કામ માટે સારો રહેશે અને ક્લાઇન્ટ તેના વખાણ પણ કરશે. આ સાત દિવસોમાં દેવી પૂજા જરૂર કરવી. લેડીલક તમારી સાથે છે. રચનાત્મક ઉર્જામાં વધારો થશે. તેને યોગ્ય દિશા પ્રદાન કરશો તો લાભ થશે. ધનલાભના યોગ છે. ધૈર્ય અને સંયમથી કામ લેવું. કોઇપણ પ્રકારની કમી નથી. માત્ર તમારે તમારા વ્યવહારમાં સંયમ બનાવી રાખવો. ઘરમાં કોઇ નવા સભ્યનું આગમન થઇ શકે છે.
 
પ્રોફેશનઃ- કાર્યક્ષેત્રમાં જો તમે તમારા કાર્યક્ષેત્રમાં ખુશ નથી તો તમને જલ્દી જ કંઇક નવું કરવાનો અવસર પ્રાપ્ત થશે.
લવઃ- પ્રેમી સાથે સારો સમય વિતાવવા મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
8 of 14
કન્યા -(Virgo) 24 ઓગસ્ટથી 23 સપ્ટેમ્બર
 
તમારા જીવનમાં ઘણાં નિહિત વરદાન છે, જેને ઓળખવાનો પ્રયાસ કરવો, માત્ર પરેશાની ઉપર ફોકસ ન કરવું. યાદ રાખવું કે જે વસ્તુ ઉપર ફોકસ કરશો તે વસ્તુ વધશે. ભવિષ્ય માટે યોજનાઓ બનાવવા માટે સારો સમય છે. લાભ થવાની સંભાવના છે. ધનલાભના ઘણાં અવસર તમને મળી શકશે. ખોટી પરેશાનીઓમાં તમારો દિવસ ખરાબ ન કરવો. પ્રિયજનો કે મિત્રોની સાથે થોડો સમય અવશ્ય વિતાવવો. કામ કરવું સારી વાત છે પરંતુ કામને પોતાના જીવન બનાવી લેવું સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ માટે સારું છે નહીં. તમારી જાતની તુલના કોઇ અન્ય સાથે તમારે કરવી નહીં.
 
પ્રોફેશનઃ- કાર્યક્ષેત્રમાં આ સાત દિવસ સારા રહેશે.
લવઃ- સંબંધોમાં કોઇપણ વાતની ઉતાવળ ન કરવી.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
9 of 14
તુલા -(Libra) 24 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર
 
તમારા મનની વાત તમારે અવશ્ય વ્યક્ત કરવી. તમારા વિચાર યોગ્ય દિશામાં જઇ રહ્યા છે. કમી માત્ર તમારા આત્મવિશ્વાસમાં છે. તેને સંભાળી લેશો તો સરળતાથી સફળતા મળી જશે. કોઇ ઉપર હંમેશાં નિર્ભર રહેવાથી સંબંધોમાં કોઇને કોઇ તણાવ ઉત્પન્ન થઇ શકે છે. લેડી લક તમારી સાથે છે. જો પ્રેમની શોધમાં છો તો આ સાત દિવસોમાં તમને તે પ્રેમ મળી શકે છે. તમારી પાસે કોઇ સંસાધનની કમી નથી, અનુભવની સાથે તમારો આત્મવિશ્વાસ પણ વધી જશે. જે પરિસ્થિતિ થોડાં સમયથી તમે પરેશાન છો તેનું સમાધાન થશે. કાર્યક્ષેત્રમાં નવી શરૂઆત થશે.
 
પ્રોફેશનઃ- કાર્યક્ષેત્રમાં ખોટી ચિંતાઓ ન કરવી.
લવઃ- તમે પોતાની માટે થોડો સમય કાઢી શકશો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.
10 of 14
વૃશ્ચિક -(Scorpio) 24 ઓક્ટોબરથી 22 નવેમ્બર
 
તમારા કામ ઉપર ફોકસ બનાવી રાખવું. સંબંધોમાં પણ જો ખુશ નથી તો તમારા અસ્તિત્વ માટે કંઇક કરવું, જેના દ્વારા તમારા સંબંધોમાં પણ સુધાર આવે. મનમાં કોઇ વાતને લઇને ચિંતા બની રહી છે. તમારા વ્યવસાયને લઇને ચિંતિત ન થવું, પરિસ્થિતિમાં જલ્દી જ સુધાર આવશે. પાર્ટનરની સાથે થોડો સમય વિતાવવા મળશે. આ સાત દિવસોમાં તમે તમારા અંગત અને વ્યવસાયી જીવનમાં સંતુલન બનાવવામાં સફળ રહેશો. દૈવીય કૃપાથી તમને ઘણું મળ્યું છે, તમારા કૌશલ્યથી બીજા લોકોનું માર્ગદર્શન કરવું. બીજાના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાની તમે ક્ષમતા રાખો છો, તમારા આ ઉત્તરદાયિત્વને નિભાવવું.
 
પ્રોફેશનઃ- કાર્યક્ષેત્રમાં તમારે પ્રયાસ કરતાં રહેવા જોઇએ.
લવઃ- પ્રિયજનોની સાથે સારો સમય પસાર થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.
11 of 14
ધન -(Sagittarius) 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર
 
સપ્તાહના થોડાં દિવસો ફળદાયી રહેશે. તમારા આઇડિયાઝ અને પ્લાન્સ જલ્દી જ લાગૂ થઇ જશે જેના કારણે તમારી માન પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થશે. કામમાં તમારું ફોકસ ઘણું સારી બની રહ્યું છે પરંતુ તેના કારણે પરિવાર અને અંગત જીવનની જવાબદારીઓને તમારે અદેખી ન કરવી. તેના પ્રત્યે પણ તમારે ધ્યાન આપવું. કોઇ પરિવારજનોની સાથે વેપાર કરવાનું વિચારી રહ્યા છો તો સારું રહેશે. સામાજિક મેલજોલમાં કોઇ એવા વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે જેની સાથે તમારા સંબંધો ઘણાં સારા બનશે. આ સાત દિવસ ઘણાં સામાન્ય રહેશે. તમારે તમારી પરિસ્થિતિને અદેખી ન કરવી.
 
 
પ્રોફેશનઃ- કાર્યક્ષેત્રમાં તમારી ક્ષમતા પર શંકા ન કરવી.
લવઃ- પ્રિયજનોની સાથે સારો સમય વિતાવવા મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.
12 of 14
મકર -(Capricorn) 22 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી
 
આ સાત દિવસોમાં મનમાં દુવિધાઓ બની રહી શકે છે. કોઇ નિર્ણયને લઇને પરેશાન ન થવું, તેના વિશે પૂર્ણ જાણકારી મળવા સુધી રાહ જોવી, તમારે તમારા મનનો અવાજ જરૂર સાંભળવો. તમારે તમારા મૂડ સ્વિંગ પર નિયંત્રણ રાખવું. આ સાત દિવસોમાં ભાવનાઓમાં વધારો થશે જેના કારણે તમે લીધેલો નિર્ણય ખોટો પણ સાબિત થઇ શકે છે. તમારે તમારા ગુસ્સાને શાંત રાખવાનો પ્રયાસ કરવો. તમારા આત્મવિશ્વાસમાં તમારે કમી થવા દેવી નહીં. આ સાત દિવસ થોડા પરેશાનિભર્યા રહી શકે છે. ભવિષ્યને લઇને પરેશાન ન થવું, સમયની સાથે બધું સારું થઇ જશે.
 
પ્રોફેશનઃ- કામમાં ફોકસ સારું બની રહ્યું છે.
લવઃ- પ્રિયજનોની સાથે સારો સમય વિતાવવા મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
13 of 14
કુંભ -(Aquarius) 21 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી
 
થોડાં સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો જલ્દી જ ઉકેલ મળશે. ધૈર્ય બનાવી રાખવું. જૂના ચાલી રહેલાં કામ દૂર થશે અને નવા કાર્યો શરૂ થશે. કોઇ નવા વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમારા જીવનમાં નવો પડાવ સાબિત થઇ શકે છે. તમારે તમારી જાતને પરિસ્થિતિ પ્રમાણે ઢાળવાની કોશિશ કરવી. જો કોઇ પરેશાની ચાલી રહી છે તો તે જલ્દી જ સમાપ્ત થઇ જશે. વિવાહ સંબંધી કોઇ સારા સમાચાર અવશ્ય મળી શકશે. આ સાત દિવસ તમને સ્વાસ્થ્ય લાભ પણ મળી શકશે. તમારું કામમાં ફોકસ વધશે અને કામની ગુણવત્તામાં પણ સુધાર આવશે. આ સપ્તાહ કોઇ પ્રકારે દાન જરૂર કરવું.
 
પ્રોફેશનઃ- કામ સાથે સંબંધિત સ્થાન પરિવર્તન થશે.
લવઃ- પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
14 of 14
મીન -(Pisces) 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ
 
તમારી અંદર ઉર્જાનું પ્રમાણે વધારે રહેશે પરંતુ તેને યોગ્ય દિશામાં લગાવવાનો અવસર તમને મળી શકશે નહીં. આ સાત દિવસોમાં કંઇક નવું શરૂ કરવા માટે દિવસ સારો છે. કોઇ નવી યોજનાઓ બનાવવી અને તેના ઉપર કામ કરવાની પણ જરૂરિયાત છે. પરિવારજનો પાસેથી પૂર્ણ સહયોગ મળશે જેના કારણે દિવસ સારો વિતશે. પરિસ્થિતિનું સરખી રીતે આંકલન કરવું અને પછી જ કોઇ પગલું ભરવું. આ સાત દિવસમાં તમને ધનલાભના યોગ છે. આ સાત દિવસોમાં જલ્દી જ વિવાહ થવાની સંભાવના છે. તમારા આ જીવનના નવા પડાવને તમારે સ્વીકાર કરવો તે જ તમારી માટે સારું રહેશે.
 
પ્રોફેશનઃ- કાર્યક્ષેત્રમાં ફોકસની કમી રહેશે નહીં.
લવઃ- સંબંધોમાં કંઇક નવીનતા લાવવા પ્રિયજનોની સાથે થોડો સમય અવશ્ય વિતાવવો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

RECOMMENDED

Advertisement
Advertisement