HeadingMore

Advertisement

ચંદ્ર-કેતુ શનિવારે બનાવશે ગ્રહણ યોગઃ આ 5 રાશિના લોકોને થશે ધનહાનિ

Dharm Desk, Ahmedabad | Apr 21,2017 3:46 PM IST
  • ચંદ્ર-કેતુ શનિવારે બનાવશે ગ્રહણ યોગઃ આ 5 રાશિના લોકોને થશે ધનહાનિ
  • ચંદ્ર-કેતુ શનિવારે બનાવશે ગ્રહણ યોગઃ આ 5 રાશિના લોકોને થશે ધનહાનિ
  • ચંદ્ર-કેતુ શનિવારે બનાવશે ગ્રહણ યોગઃ આ 5 રાશિના લોકોને થશે ધનહાનિ
  • ચંદ્ર-કેતુ શનિવારે બનાવશે ગ્રહણ યોગઃ આ 5 રાશિના લોકોને થશે ધનહાનિ
    +13
ધર્મ ડેસ્ક, અમદાવાદઃ શનિવારે ચંદ્ર ઉપર શનિની વક્રી દ્રષ્ટિ રહેશે. ચંદ્ર-કેતુની જોડ ગ્રહણ યોગ બનાવી રહી છે. નક્ષત્રોની આ અશુભ સ્થિતિ કર્ક, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના લોકો ઉપર ભારે રહેશે. જેના પ્રભાવથી ધનહાનિ, વિવાદ, ચિંતા વધી શકે છે. આ સિવાય અન્ય 7 રાશિના લોકો ઉપર નક્ષત્રોની અશુભ અસર રહેશે નહીં.
2 of 14
3 of 14
મેષઃ-
 
પોઝિટિવઃ-
 
આજે કોઇ વ્યક્તિ તમારી મદદ કરી શકે છે. સમયની સાથે ચાલવું, કોઇ અન્ય વ્યક્તિનો વિરોધ કરવો નહીં.  જે નાની-મોટી સમસ્યા આવશે, તે આપમેળે જ ઉકેલાય જશે. આજે કોઇ નવું કામ હાથમાં લેતાં પહેલાં સમજી-વિચારીને જ તેને આગળ વધારવું. આજે તમારી પ્લાનિંગ સફળ થઇ શકે છે.
 
નેગેટિવઃ-
 
આજે થોડાં કામ તમારી મરજીથી થઇ શકશે નહીં. જેના માટે તમારે તૈયાર રહેવું. પરેશાન થવાની જરૂર નથી. આજે તમારું અનુશાસન પણ તૂટી શકે છે.
 
શું કરવું અને શું નહીં - અંકુરિત મગ અને લીલા શાકભાજી ખાવાં.
 
લવઃ- પતિ-પત્નીમાં સામંજસ્ય બની રહેશે,
કરિયરઃ- કોઇ પાસેથી ઉધાર લેવું પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
4 of 14
વૃષભઃ-
 
પોઝિટિવઃ-
 
દિવસ આરામથી વિતશે. આજે મહેનતનો દિવસ છે. જેટલું બની શકે, સકારાત્મક જ રહેવું. તમે તે વસ્તુઓને લક્ષ્ય બનાવી બેઠા છો, જે અવ્યાવહારિક છે. ઘણી સ્થિતિઓમાં આજે તમે નેતૃત્વકારી ભૂમિકામાં પણ રહી શકો છો. થોડાં ખાસ નિર્ણયો આજે તમારે કરવા પડી શકે છે. સમજી-વિચારીને સમય જરૂર વ્યતીત કરવો.
 
નેગેટિવઃ-
 
ઓફિસમાં સાથે કામ કરનાર લોકો સાથે દલીલ કે મનમુટાવ પણ થઇ શકે છે. વાહન પ્રયોગમાં સાવધાની રાખવી. ચંદ્રની સ્થિતિ તમારી માટે શુભ રહેશે નહીં.
 
શું કરવું અને શું નહીં - દહીંમાં કાળા મરી અને થોડી ખાંડ નાખીને ખાવી.
 
લવઃ- કોઇ વાત ઉપર પતિ-પત્નીમાં વિવાદ પણ થઇ શકે છે.
કરિયરઃ- નોકરિયાત લોકોને અચાનક ધનલાભ થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિથી સમય ઠીક રહેશે નહીં.
5 of 14
મિથુનઃ-
 
પોઝિટિવઃ-
 
આજે તમે જે પણ પહેલ કરશો, જે નવું પગલું ભરશો, સમય આવતા તેનું સારું પરિણામ તમને મળશે. મોટાભાગના મહત્વપૂર્ણ કાર્યો આજે હલ થઇ જશે. વાહન ખરીદવાનો વિચાર આવી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. આજે આખો દિવસ તમારા ભાગ્ય ભાવમાં ચંદ્ર રહેશે. આજે તમે જે વિચારશો તે તમે સરળતાથી કરી પણ દેશો.
 
નેગેટિવઃ-
 
તમારે કોઇ મુશ્કેલ સ્થિતિનો સામનો કરવો પડશે. આજે તમને પરિવારમાં દરેક પ્રકારની ગુંચવણભરી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.
 
શું કરવું અને શું નહીં - ગરમ વસ્તુઓ ખાનપાનમાં ન લેવી.
 
લવઃ- આજે તમારો પાર્ટનર ભાવુક પણ છે અને થોડો વ્યસ્ત પણ છે.
કરિયરઃ- વેપાર, નોકરીને અંતર્ગત થયેલી યાત્રા લાભદાયક રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
6 of 14
કર્કઃ-
 
પોઝિટિવઃ-
 
ચંદ્ર આજે તમારી માટે શુભ રહેશે. તમે વધારે ફૂર્તિથી તમારા બધા જ કામ પૂર્ણ કરી શકશો. કોઇ નવી જવાબદારી પણ આજે તમને સોંપવામાં આવી શકે છે. પરિવાર અને પૈસાના મામલાઓમાં આજે તમે ઘણાં વ્યસ્ત રહી શકો છો. તમારું મન સકારાત્મક રાખવાની આજે તમારે કોશિશ કરવી.
 
નેગેટિવઃ-
 
બીજાની સલાહ વધારે ગંભીરતાથી ન લેવી. મનમાં આવનારી કોઇ ચિંતા કે વિચારના કારણે તમારો મૂડ ખરાબ પણ થઇ શકે છે. ભાગદોડ રહી શકે છે.
 
શું કરવું અને શું નહીં - સિક્કા ઉપર હળદર કે કેસર લગાવીને કોઇપણ મંદિરમાં અર્પણ કરવું.
 
લવઃ- પતિ-પત્નીમાં કોઇ વાત ઉપર મનમુટાવ થઇ શકે છે.
કરિયરઃ- પ્રોફેશનલ લાઇફ સારી રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે.
7 of 14
સિંહઃ-
 
પોઝિટિવઃ-
 
કોઇ કામને પૂર્ણ નવી રીતે શરૂ કરવાનું મન બનશે. પૈસાના ઘણાં મામલાઓ ઉપર આજે તમારે વિચાર કરવો પડશે. કોઇ ખાસ મામલાઓમાં તમારા પાર્ટનરની મદદ જરૂર લેવી. પાર્ટનર કોઇ આઇડિયાથી આજે તમારા વિચારેલાં કામ પણ પૂર્ણ થઇ શકે છે. તમારી આવક સામાન્ય રહેશે.
 
નેગેટિવઃ-
 
નોકરી ધંધામાં પરેશાનીઓ પણ રહેશે. જૂની વાતોની ચિંતાઓને વધારે મહત્વ ન આપવું. આજે તે ધ્યાન રાખવું કે તમારી બધી ઊર્જા એક જ કામ પર ન ઢાલવવી. યાત્રાના કાર્યક્રમમાં અનપેક્ષિત બાધાઓ પણ આવી શકે છે. આજે તમે મોટાભાગના નિર્ણયો ગુસ્સામાં આવીને લઇ શકો છો.
 
શું કરવું અને શું નહીં - સફાઈ કર્મચારી કે કોઇ ગરીબને જૂના કપડા ભેટ આપવાં.
 
લવઃ- પાર્ટનરની સાથે સમય સારો રહેશે.
કરિયરઃ- રોકાણમાં સાવધાની રાખવી.
સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો પરેશાન કરી શકે છે.
8 of 14
કન્યાઃ-
 
પોઝિટિવઃ-
 
તમારું ધ્યાન તમારું કામ પૂર્ણ કરવામાં રહેશે. કોઇ જૂનું કામ જે કોઇ કારણથી અટકી રહ્યુ છે તો તે પૂર્ણ થઇ શકે છે. તમારા પૈસાની સ્થિતિ તમારા ઘર કે પરિવારની સાથે જોડાયેલી છે. કોઇ કામ તમારી યોજના મુજબ નથી થઇ રહ્યું તો થોડું ધૈર્ય રાખવું. તમારે ચિંતા ન કરવી. તમારે આજે કોઇ એવા વ્યક્તિ સાથે વાતચીત કરવી જોઇએ જે તમારી ચિંતા દૂર કરી શકે.
 
નેગેટિવઃ-
 
આજે ખર્ચની સ્થિતિ પણ બની રહી છે. ઘરની સાજ-સજ્જા કે સમારકામ પર ન થવા પર પણ થોડો ખર્ચ થઇ શકે છે. આજે પરિસ્થિતિઓને સામાન્ય હોવામાં થોડો સમય લાગી શકે છે.
 
શું કરવું અને શું નહીં - ઓફિસ કે ઘરના ફર્નીચરની સફાઈ કરવી.
 
લવઃ- પાર્ટનર માટે થોડો સમય કાઢવો.
કરિયરઃ- બિઝનેસમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- કોઇ જૂનો રોગ આજે તકલીફ આપી શકે છે.
9 of 14
તુલાઃ-
 
પોઝિટિવઃ-
 
કોઇપણ કામ હોય તમે ધૈર્ય રાખો. મનની ચિંતા વિશે કોઇ વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે વાત થઇ શકે છે. તમને દરેક જગ્યાએથી સહયોગ પણ મળી શકે છે. જે કામ તમને મુશ્કેલ કે અસંભવ લાગી રહ્યું હતું અને તમે ગભરાઇ રહ્યા હતાં તે કામ આજે સરળતાથી પૂર્ણ થઇ જશે. આ રાશિના લોકોનો ચંદ્ર ગોચર કુંડળીના લાભ ભાવમાં છે.
 
નેગેટિવઃ-
 
કોઇ નવો વિચાર સતત તમને પરેશાન કરી શકે છે. કોઇ વસ્તુ ચોરી થવાની કે ગુમ થવાનો ભય રહેશે. પરેશાનીમાં નાખનારી થોડી પરિસ્થિતિઓ તમારી સામે બની શકે છે.
 
શું કરવું અને શું નહીં - કોઇ મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવો.
 
લવઃ- પરણિતા લોકો જીવનસાથી માટે સમય પસાર કરી શકશે.
કરિયરઃ- બિઝનેસમાં નુકસાન પણ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નબળું પણ રહેશે.
10 of 14
વૃશ્ચિકઃ-
 
પોઝિટિવઃ-
 
આજે બનાવેલી યોજનાઓ અને લેવામાં આવેલાં નિર્ણયોથી આવનાર દિવસોમાં ફાયદો થઇ શકે છે. શુભ સમાચાર મળી શકે છે. વિવાહ પ્રસ્તાવ પણ મળશે. કામકાજમાં સફળતા મળશે. નવું વાહન ખરીદવાનું મન બની શકે છે. કોઇ વ્યક્તિ આજે તમને રહસ્યની વાત જણાવી શકે છે.
 
નેગેટિવઃ-
 
મનમાં કોઇને કોઇ દબાવ સતત બની રહેશે. ઘરેલૂ મામલાઓમાં મુશ્કેલી પણ આવી શકે છે. આજે તમે કોઇ કામ ઉતાવળમાં ન કરો.
 
શું કરવું અને શું નહીં - સૂકી દ્રાક્ષ ખાઇને ઘરેથી નીકળવું.
 
લવઃ- લવ પ્રપોઝલ મોકલી શકો છો.
કરિયરઃ- વાણી ઉપર નિયંત્રણ રાખો.
સ્વાસ્થ્યઃ- લોહી સંબંધિત વિકાર થઇ શકે છે.
11 of 14
ધનઃ-
 
પોઝિટિવઃ-
 
આજે તમને કામમાં આનંદ આવશે અને હાથના કામ સરળતાથી પૂર્ણ પણ થઇ જશે. મહેનતથી તમને સફળતા પણ મળશે. દિવસભર ઉત્સાહ અને આત્મવિશ્વાસ બની રહેશે. તમારા મનમાં શાંતિ થવાના કારણે મોટાભાગની સમસ્યાઓ દૂર થઇ જશે. દિવસ સારો છે. પરિવાર અને મિત્રોની પરેશાની પણ તમારા સહયોગથી દૂર થઇ જશે.
 
નેગેટિવઃ-
 
મનમાં નકારાત્મક ચિંતનને હાવિ ન થવા દેવું. વિવાદ, વાતચીત અને વિચાર-વિમર્શ કરવામાં તમારો થોડો સમય ખર્ચ પણ થઇ શકે છે. તમારો સ્વભાવ અને વ્યવહાર અસામાન્ય રહેશે.
 
શું કરવું અને શું નહીં - હલવો ખાવો.
 
લવઃ- આજે તમે પ્રેમી સાથે ક્યાંક ફરવા જઇ શકો છો.
કરિયરઃ- ધનના મામલે સરળતાથી કોઇ ઉપર વિશ્વાસ ન કરવો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક-ઠાક રહેશે.
12 of 14
મકરઃ-
 
પોઝિટિવઃ-
 
આજે તમે પોતાને સંભાળી લેશો. આજે તમારી સાથે કંઇક સારું થવાનું છે. નોકરી, બિઝનેસ કે કોઇ આદતમાં કોઇ સારો બદલાવ પણ આવી શકે છે. કોઇપણ નિર્ણય કરતાં પહેલાં કોઇ અનુભવીની સલાહ જરૂર લેવી. આજે તમે બીજાની મદદ કરવાનો કોઇ અવસર ન ચૂકશો.
 
નેગેટિવઃ-
 
તમને લોકો પાસેથી મદદ ન મળે તો નિરાશ ન થશો. કોઇ કામથી તમે કંઇક વધારે અકળાશો. લોકો સાથે જરૂરી વાત કરવા માટે દિવસ ઠીક નથી.
 
શું કરવું અને શું નહીં - કોઇ ગરીબ કન્યાને મીઠાઈ ખવડાવી અને પેન-પેન્સિલ ભેટ આપવી.
 
લવઃ- લવ પ્રપોઝલ માટે દિવસ સારો છે.
કરિયરઃ- સાવધાન રહેવું જરૂરી છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સામાન્ય ઉતાર-ચઢાવ બની રહેશે.
13 of 14
કુંભઃ-
 
પોઝિટિવઃ-
 
કોઇ ખાસ યોગ્યતા કે ક્ષમતાના કારણે તમને સન્માન મળશે. તમે નવા વિચાર અને નવી રીતને અપનાવી શકો છો, જેનાથી તમે ફાયદામાં રહેશો. તમારી ઉર્જા પ્રબળ રહેશે. માનસિક દ્રષ્ટિએ તમે સક્રિય રહેશો. સારા મિત્રો સાથે આજે તમારો સમય પસાર થશે. આજનો દિવસ તમારી માટે ઘણો સારો રહેશે.
 
નેગેટિવઃ-
 
આજે તમારે સમજી વિચારીને જ કોઇ વાત કહેવી. પૈસાને લઇને થનારી ગેરસમજને લઇને સાવધાન રહેવું. મિત્રો કે પ્રેમીજનો સાથે મનમુટાવ થઇ શકે છે, તો આજે વાત બગડી પણ શકે છે.
 
શું કરવું અને શું નહીં - માતા, બહેન કે કોઇ ફ્રેડને દૂધ, ચા કે ફોફી પીવડાવવીય
 
લવઃ- આજે ફાલતૂ દલીલ પણ થઇ શકે છે.
કરિયરઃ- ધનલાભ માટે મહેનત કરવી પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું.
14 of 14
મીનઃ-
 
પોઝિટિવઃ
 
મોટાભાગના કામ પૂરા થવાથી તમે ખુશ રહેશો. જે પ્લાન કરશો તેનું ફળ પણ આજે તમને મળી શકશે. તમારી યોજનાઓ સફળ થશે. તમારે થોડું ધૈર્ય રાખવું. તે તમારી મદદ પણ કરી શકે છે. આજે તમે બોસની સામે તમારી યોગ્યતા સાબિત કરવાની કોશિશ પણ કરી શકો છો. આજે તમને ધનલાભ પણ થઇ શકે છે.
 
નેગેટિવઃ-
 
આજે ઓફિલમાં વિપરીત લિંગના લોકોનો વ્યવહાર તમને પરેશાન કરી શકે છે. આજે તમે નાની-નાની વાતો ઉપર ઉગ્ર પણ થઇ શકો છો. કોઇ અજાણી ચિંતા આજે તમને પરેશાન કરી શકે છે.
 
શું કરવું અને શું નહીં - પિતા, મોટા ભાઈ કે કોઇ અધિકારી સાથે વિવાદ ન કરવો.
 
લવઃ- આજે આ રાશિવાળા લોકોને લવ લાઇફમાં કિસ્મતનો સાથ મળી શકશે નહીં.
કરિયરઃ- આજે કોઇ મોટો સોદો કરવા માંગો છો તો તમને સફળતા મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- જૂના રોગ આજે દૂર થઇ શકે છે.

RECOMMENDED

Advertisement
Advertisement