HeadingMore

Advertisement

આ 8 મહાપુરુષોએ સૂર્યઉપાસનાથી મેળવી'તી દુર્ભભ શક્તિઓ, આજે પણ છે મૂલ્યવાન

Dharm Desk, Ahmedabad | Mar 21,2017 12:10 AM IST
  • આ 8 મહાપુરુષોએ સૂર્યઉપાસનાથી મેળવી'તી દુર્ભભ શક્તિઓ, આજે પણ છે મૂલ્યવાન
  • આ 8 મહાપુરુષોએ સૂર્યઉપાસનાથી મેળવી'તી દુર્ભભ શક્તિઓ, આજે પણ છે મૂલ્યવાન
  • આ 8 મહાપુરુષોએ સૂર્યઉપાસનાથી મેળવી'તી દુર્ભભ શક્તિઓ, આજે પણ છે મૂલ્યવાન
  • આ 8 મહાપુરુષોએ સૂર્યઉપાસનાથી મેળવી'તી દુર્ભભ શક્તિઓ, આજે પણ છે મૂલ્યવાન
    +7
ધર્મ ડેસ્ક, અમદાવાદઃ શાસ્ત્રો મુજબ સૂર્યદેવની પૂજા કરવાથી જ્ઞાન, પ્રસિદ્ધિ, વૈભવ, ઐશ્વર્ય અને જીવનના દરેક સુખ મળે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ તે વીર અને મહાપુરુષો વિશે જે સૂર્યદેવના ઉપાસક હતા અને જેમણે સૂર્યને ગુરુ માની તેમનાથી જ્ઞાન મેળવ્યુ હતું.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો કયા મહાપુરુષ સૂર્યદેવના શિષ્ય હતાં...
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.)
2 of 8
3 of 8
મય દાનવ
 
રાક્ષસરાજ રાવણના સસુર એટલે કે મંદોદરિના પિતા મય દાવન પણ ભગવાન સૂર્યના ઉપાસક હતા. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને સૂર્યદેવે તેમને કાળ ગણનામાં વિદ્વાન થવાનું વરદાન આપ્યુ હતું.
 
સૂર્યદેવના પ્રતિરૂપે આપ્યુ હતું મય દાનવને જ્ઞાન
 
સતયુગના અંતિમ ચરણમાં મય દાનવે ભગવાન સૂર્યની આરાધના કરી હતી. તે માત્ર તેમની પાસે કાળ ગણના (માસ, વર્ષ વગેરેની ગણના) અને જ્યોતિષના રહસ્યો જાણવા માંગતા હતા, તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન સૂર્યએ તેમની ઈચ્છા પૂરી કરી હતી, પણ સૂર્ય કશે રોકાઈ નથી શકતા એટલે તેમણે પોતાના શરીરમાંથી એક બીજા પુરુષની ઉત્પત્તિ કરી અને તેને આદેશ આપ્યો કે તે મય દાનવને કાળ ગણના અને જ્યોતિષના બધાં રહસ્યો સમજાવે.
 
સૂર્યદેવના પ્રતિરૂપથી મળેલી શિક્ષા બાદ મય દાનવે પોતે પણ જ્યોતિષ અને વાસ્તુના કેટલાક સિદ્ધાંતો આપ્યા હતા જે આજે પણ પ્રસ્તુત છે. સૂર્યના પ્રતિરૂપ અને મય દાનવની વચ્ચે જે વાતચીત થઈ હતી તેને જ સૂર્ય સિદ્ધાંતનું નામ આપવામાં આવ્યુ છે.
 
સૂર્યદેવના અન્ય ઉપાસક, શિષ્ય અને પુત્ર વિશે જાણો આગળની સ્લાઈડ્સમાં...
4 of 8
હનુમાનજી
 
ધર્મ ગ્રંથો મુજબ હનુમાનજી ભગવાન શિવના અવતાર હતાં. તેમના પિતાનું નામ કેસરી અને માતાનું નામ અંજની હતું. હનુમાનજીએ સૂર્યદેવ પાસે જ વેદો અને શાસ્ત્રોની વિદ્યા ગ્રહણ કરી હતી. સૂર્યદેવ દ્વારા આપેલી શિક્ષાથી જ હનુમાનજી જ્ઞાની અને ભગવાન શ્રીરામના પરમ ભક્ત થયા હતાં.
 
હનુમાનજીએ આ રીતે મેળવી હતી શિક્ષા
 
જ્યારે હનુમાનજી વિદ્યા ગ્રહણ કરવા યોગ્ય થયા ત્યારે તેમના માતા-પિતાએ તેમને સૂર્યદેવની પાસે શિક્ષા ગ્રહણ કરવા મોકલ્યા. હનુમાનજીએ સૂર્યદેવથી ગુરુ બનવા માટે પ્રાર્થના કરી. સૂર્યદેવે કહ્યુ કે હું તો એક ક્ષણ માટે પણ રોકાઈ નથી શકતો આવી સ્થિતિમાં હું તમને શાસ્ત્રોનું જ્ઞાન કઈ રીતે આપીશ.
 
ત્યારે હનુમાનજીએ કહ્યુ કે તમે ચાલતાં રહેજો અને મને જ્ઞાન આપતાં રહેજો,. હું તમારી સાથે સાથે ચાલીશ અને વિદ્યા ગ્રહણ કરીશ. સૂર્યદેવ વેદ વગેરે શાસ્ત્રોના રહસ્ય ઝડપથી બોલતાં જતાં અને હનુમાનજી શાંત ભાવથી તેને ગ્રહણ કરતા જતાં હતાં. આ પ્રમાણે સૂર્યદેવની કૃપાથી હનુમાનજીને જ્ઞાન પ્રાપ્ત થયુ.
5 of 8
ભગવાન શ્રીરામ
 
ભગવાન શ્રીરામ પણ સૂર્યદેવની પૂજા કરતા હતાં. શ્રીરામનો જન્મ સૂર્યવંશમાં થયો હતો. તેમના પિતા રાજા દશરથ હતાં.
 
ત્રેતાયુગમા જ્યારે રાક્ષસોનો ઉત્પાત વધી રહ્યો હતો ત્યારે ઋષિ વિશ્વામિત્ર રાજા દશરથ પાસે ગયા અને શ્રીરામ અને લક્ષ્મણને પોતાની સાથે લઈ જવા માટે આજ્ઞા માંગી. પિતાની આજ્ઞા માનીને બંને ભાઈ ઋષિ વિશ્વામિત્ર સાથે તેમના આશ્રમ પહોંચ્યા. શ્રીરામે ત્યાં યજ્ઞની રક્ષા કરવાનો સંકલ્પ લીધો. ત્યારે વિશ્વામિત્ર અને અન્ય ઋષિઓ યજ્ઞ કરવા લાગ્યા, ત્યારે જ મારીચ અને સુબાહુ અન્ય રાક્ષસો સાથે આવ્યા. શ્રીરામે એક બાણ મારીને મારીચને 100 યોજન દૂર સમુદ્રમાં ફેંકી દીધો ત્યારબાદ સુબાહુનો વધ કર્યો. �� માટે પ્રાર્થના કરી. સૂર્યદેવે કહ્યુ કે હું તો એક ક્ષણ માટે પણ રોકાઈ નથી શકતો આવી સ્થિતિમાં હું તમને શાસ્ત્રોનું જ્ઞાન કઈ રીતે આપીશ.
 
 
ત્યારે હનુમાનજીએ કહ્યુ કે તમે ચાલતાં રહેજો અને મને જ્ઞાન આપતાં રહેજો,. હું તમારી સાથે સાથે ચાલીશ અને વિદ્યા ગ્રહણ કરીશ. સૂર્યદેવ વેદ વગેરે શાસ્ત્રોના રહસ્ય ઝડપથી બોલતાં જતાં અને હનુમાનજી શાંત ભાવથી તેને ગ્રહણ કરતા જતાં હતાં. આ પ્રમાણે સૂર્યદેવની કૃપાથી હનુમાનજીને જ્ઞાન પ્રાપ્ત થયુ.
6 of 8
વાનરરાજ વાલી
 
વાનરોનો રાજા વાલી પણ ભગવાન સૂર્યની પૂજા કરતો હતો. વલી રોજ ચાર મહાસાગરો પર જઈને સૂર્યની પૂજા કરતો હતો, તે આ કાર્ય એટલી ઝડપથી કરતો હતો કે તેના વેગને કોઈ જોઈ શકતું ન હતું.
 
એક વખત રાવણ રાજા વાલી સાથે યુદ્ધ કરવા પહોંચ્યો ત્યારે વાલી સંધ્યા ઉપાસના કરવા ગયો હતો તેણે રાવણને પોતાની ભુજાઓમાં દબાવીને ચારો મહાસાગરો પર જઈને સંધ્યા ઉપાસના કરી લીધી. વાલીનું પરાક્રમ જોઈને રાવણે તેને પોતાનો મિત્ર બનાવી લીધો. 
7 of 8
કર્ણ
 
મહાભારતનો વીર યોદ્ધા દાનવીર કર્ણ ભગવાન સૂર્યનો પુત્ર હતો. તે સૂર્યદેવની જ પૂજા કરતો હતો.
 
પાંડવોની માતા કુંતી જ્યારે બાલ્યાવસ્થામાં હતી તેણે ઋષિ દુર્વાસની સેવા કરી હતી તેનાથી પ્રસન્ન થઈને ઋષિ દુર્વાસાએ કુંતીને એક મંત્ર આપ્યો હતો જેનાથી તે કોઈ પણ દેવતાનું આહ્વાન કરી તેમની પાસે પુત્ર પ્રાપ્ત કરી શકતી હતી. તેના વિવાહ રાજા પાંડુ સાથે નક્કી થયા ત્યારે વિવાહ પહેલાં તેણે આ મંત્રની શક્તિ જોવા માટે સૂર્યદેવનું આહ્વાન કર્યુ જેનાથી એક પુત્રનો જન્મ થયો જન્મ વખતે જ તે બાળકે કવચ-કુંડળ પહેરેલાં હતાં. સમાજના ભયથી કુંતીએ પોતાના પુત્રને નદીમાં વહેવડાવી દીધો, તે બાળક આગળ જઈને દાનવીર કર્ણના નામથી પ્રખ્યાત થયો.
 
8 of 8
વરાહમિહિર
 
વરાહમિહિર મહાન જ્યોતિષી અને ખગોળશાસ્ત્રી હતાં. તેમનો જન્મ વર્ષ 499માં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા અને તે પોતા સૂર્યની પૂજા કરતાં હતાં.
 
વરાહમિહિર ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યના નવરત્નો પૈકી એક હતાં. વરાહમિહિરે કેટલાક દેશોનો પ્રવાસ કર્યો હતો અને કેટલાક સિદ્ધાંતો આપ્યા હતાં. વિજ્ઞાનના ઈતિહાસમાં તે પ્રથમ વ્યક્તિ હતાં જેમણે જણાવ્યુ હતું કે દરેક વસ્તુ પૃથ્વી તરફ આકર્ષિત થાય છે જેની પાછળ એક અજ્ઞાત બળ છે.
 
સેંકડો વર્ષ બાદ ન્યુટને આ અજ્ઞાત બળને ગુરુત્વાકર્ષણ બળનું નામ આપ્યુ. વરાહમિહિરે ત્રણ મહત્વપૂર્ણ પુસ્તકો વૃહજ્જાતક, વૃહત્સંહિતા અને પંચસિદ્ઘાંતિકા લખ્યા હતાં. આ પુસ્તકોમાં ત્રિકોણમિતિના મહત્વપૂર્ણ સૂત્ર આપેલા છે, આ સૂત્રો દર્શાવે છે કે વરાહમિહિર ત્રિકોણમિતિના કેટલા મોટા વિદ્વાન હતાં.

RECOMMENDED

Advertisement
Advertisement