HeadingMore

મેળવો તાજા સમાચાર અને અપડેટ્સ

દિવ્ય ભાસ્કરના ટ્રેન્ડિંગ સમાચારોના નોટિફિકેશન રાખશે આપને અપડેટ.

અસુવિધા બદલ અમે દિલગીર છીએ

જો તમારાથી ભૂલથી "Block" બટન સિલેક્ટ થઇ ગયું છે અને ભવિષ્યમાં નોટીફિકેશન ફરીથી મેળવવા માગતા હોય તો, નીચેની ઇન્સટ્રક્શન ફોલો કરો।
  • 1.
    ક્રોમમાં જાવ > સેટિંગ > સાઇટ સેટિંગ
  • 2.
    ક્લિક નોટીફિકેશન > 'url'  સિલેક્ટ કરો
  • 3.
    અન્ડર પરમિશન્સ > ક્લિક નોટીફિકેશન >  "Allow"  સિલેક્ટ કરો
Advertisement

અહીં મહિલાઓ નથી કરી શકતી આવા કામ, જાણીને લાગશે SHOCK

divyabhaskar.com | Mar 21,2017 12:06 AM IST
  • અહીં મહિલાઓ નથી કરી શકતી આવા કામ, જાણીને લાગશે SHOCK
  • અહીં મહિલાઓ નથી કરી શકતી આવા કામ, જાણીને લાગશે SHOCK
  • અહીં મહિલાઓ નથી કરી શકતી આવા કામ, જાણીને લાગશે SHOCK
  • અહીં મહિલાઓ નથી કરી શકતી આવા કામ, જાણીને લાગશે SHOCK
    +7
ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં 16 વર્ષની એક મુસ્લિમ છોકરીને બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં રમતી રોકવામાં આવી, કારણ કે તેણે હિજાબ પહેરેલો હતો, જો કે, અહીં તેની અટકાયત કોઇ પણ પ્રતિબંધ ન હોવા છતાં કરવામાં આવી હતી. પરંતુ આથી ઉલ્ટુ વિશ્વમાં એવી પણ ઘણી જગ્યાઓ છે ,જ્યાં મહિલાઓ હજુ પણ આવા વિચિત્ર પ્રતિબંધોનો સામનો કરી રહી છે.
2 of 8
3 of 8
યમન

મિડલ ઇસ્ટનો આ દેશ મહિલાઓ માટે જરાય રહેવા યોગ્ય નથી. અહીંયાની કાયદાકીય સિસ્ટમમાં મહિલાને એક સંપૂર્ણ વ્યક્તિ (ફુલ પર્સન) નથી ગણવામાં આવતી. તેમની જુબાનીને કોઇ કેસમાં સામેલ કરવામાં નથી આવતી તથા તેને માન્યતા પણ નથી આપવામાં આવતી. યમનમાં રહેતી મહિલાઓને ડોમેસ્ટિક વાયોલન્સથી બચાવવા માટે કોઇ નિયમ-કાયદા નથી.
-પંદર વર્ષની ઉંમરે મોટાભાગની છોકરીઓના લગ્ન કરી દેવામાં આવે છે.
-લગ્ન કરેલી મહિલાઓ તેના  પતિ સાથે સેક્સ કરવામાં મનાઇ કરી શકતી નથી.
4 of 8
ઈરાન

ઇરાનમાં મહિલાઓ સ્ટેડિયમમાં જઇને પુરુષોની મેચ નથી જોઇ શકતી. અહીં મહિલાઓના સ્ટેડિયમમાં મેચ જોવા પર પ્રતિબંધ છે. ફુટબોલ અહીં ખૂબ જ પોપ્યુલર છે અને તેમની મહિલા ટીમ પણ છે. તેમ છતાં પુરુષોની ટીમની મેચ જોવાની છૂટ મહિલાઓને નથી. આ પાછળ એવું લોજિક આપવામાં આવે છે કે, મેચ દરિમયાન દર્શકોમાં બોલાતી ભાષા અસભ્ય હોય છે અને મહિલાઓએ તે ન સાંભળવી જોઇએ. આ મામલામાં 2014માં ઘોંઘચેહ ઘાવામી નામની મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. 
 
5 of 8
વેટિકન સિટી

- વેટિકન સિટી ખ્રિસ્તીઓનું પવિત્ર શહેર છે અને પોપનું ઘર છે.
- પુરુષ પ્રધાન દેશ વેટિકન સિટીમાં મહિલાઓને લઇને ઘણા કાયદાઓ છે.
- મહિલાઓ આ દેશમાં પોતાની ઇચ્છા મુજબ ડિવોર્સ લઇ શકતી નથી.
- આ સિવાય તેને વોટ આપવાનો પણ અધિકાર નથી.
6 of 8
અસરા ગામ, ભારત

ઉત્તરપ્રદેશના બાગપત શહેરમાં અસરા ગામમાં મહિલાઓના બજાર જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 2012માં અહીં 40 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓના બજાર જવા પર પ્રતિબંધ છે. પંચાયતે આ ફરમાન સંભળાવતા મોબાઇલ ફોનના ઉપયોગ પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. આ તમામ પ્રતિબંધો મહિલાઓની સુરક્ષાને નામે લાગૂ કરવામાં આવ્યા છે. 
7 of 8
સાઉદી અરબ

સાઉદી અરબમાં મહિલાઓ કબ્રસ્તાનમાં પગ પણ મૂકી શકતી નથી. રાઇટર મૌરીન અનુસાર, મહિલાઓને પોતાના કોઇ ખાસ રિલેટિવની કબર પર પણ જવાની પરમિશન નથી. આ અધિકાર અહીંયા માત્ર પુરુષો પાસે છે.
8 of 8
સાઉદી અરબ
 
સાઉદી અરબમાં એવો નિયમ છે કે ત્યાં મહિલાઓ ડ્રાઇવિંગ કરી શકતી નથી. જો જરૂરી હોય તો તે બાળકોને સ્કુલે લેવા-મૂકવા કે પરિવારનું કોઇ વ્યક્તિ બીમાર હોય તો તેને હોસ્પિટલ લઇ જઇ શકે છે.

RECOMMENDED

Advertisement
Advertisement