HeadingMore

મેળવો તાજા સમાચાર અને અપડેટ્સ

દિવ્ય ભાસ્કરના ટ્રેન્ડિંગ સમાચારોના નોટિફિકેશન રાખશે આપને અપડેટ.

અસુવિધા બદલ અમે દિલગીર છીએ

જો તમારાથી ભૂલથી "Block" બટન સિલેક્ટ થઇ ગયું છે અને ભવિષ્યમાં નોટીફિકેશન ફરીથી મેળવવા માગતા હોય તો, નીચેની ઇન્સટ્રક્શન ફોલો કરો।
  • 1.
    ક્રોમમાં જાવ > સેટિંગ > સાઇટ સેટિંગ
  • 2.
    ક્લિક નોટીફિકેશન > 'url'  સિલેક્ટ કરો
  • 3.
    અન્ડર પરમિશન્સ > ક્લિક નોટીફિકેશન >  "Allow"  સિલેક્ટ કરો
Advertisement

'USમાં હિન્દુઓ વિરુદ્ધનો માહોલ', વ્હાઇટ હાઉસની સામે ઇન્ડિયન-અમેરિકન્સની રેલી

divyabhaskar.com | Mar 20,2017 5:32 PM IST
  • 'USમાં હિન્દુઓ વિરુદ્ધનો માહોલ', વ્હાઇટ હાઉસની સામે ઇન્ડિયન-અમેરિકન્સની રેલી
  • 'USમાં હિન્દુઓ વિરુદ્ધનો માહોલ', વ્હાઇટ હાઉસની સામે ઇન્ડિયન-અમેરિકન્સની રેલી
    +2
વોશિંગ્ટનઃ અમેરિકામાં હેટ ક્રાઇમ્સ વિરુદ્ધ ઇન્ડિયન અમેરિકન્સ (હિન્દુ-શીખ) દ્વારા વ્હાઇટ હાઉસ સામે અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલીમાં સામેલ લોકોએ કહ્યું કે, અમેરિકામાં અમારી કોમ્યુનિટીના લોકો ઇસ્લામ અને વિદેશીઓથી ભયનો શિકાર બની રહ્યા છે. હાલમાં પોલિટિકલ વાતાવરણ એવું છે કે, હિન્દુઓ સહિત તમામ કોમ્યુનિટીના લોકોને ટારગેટ બનાવવામાં આવી રહ્યા છે. કોમ્યુનિટીના મેમ્બર્સે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને આ મુદ્દે દખલ કરવાની ડિમાન્ડ કરી છે. વધુમાં ભારતીય કોમ્યુનિટીએ  ગત મહિને કેન્સાસમાં ભારતીયને જીવના જોખમે બચાવનારા ઇયાન ગ્રિલોટનું સમ્માન કરવાનો નિર્ણય લીધો છે. 25મી માર્ચે ઇયાનનું સમ્માન કરવામાં આવશે.
2 of 3
વ્હાઇટ હાઉસ સામે શાંતિપૂર્ણ પ્રદર્શન કરતાં ભારતીય મૂળના અમેરિકન્સ
વ્હાઇટ હાઉસ સામે શાંતિપૂર્ણ પ્રદર્શન કરતાં ભારતીય મૂળના અમેરિકન્સ
વ્હાઇટ હાઉસ સામે શાંતિપૂર્ણ પ્રદર્શન કરતાં ભારતીય મૂળના અમેરિકન્સ
3 of 3
આલોકને બચાવવા ઇયાન ગ્રિલોટ પોતે જ હુમલાખોરની સામે આવીને ઊભા રહ્યા હતા
આલોકને બચાવવા ઇયાન ગ્રિલોટ પોતે જ હુમલાખોરની સામે આવીને ઊભા રહ્યા હતા
કેન્સાસમાં ભારતીયને બચાવનારા ઇયાન ગ્રિલોટનું સમ્માન
 
- ગત મહિને કેન્સાસમાં એક બારમાં થયેલા ફાયરિંગમાં એક ભારતીયનો જીવ બચાવનારા અમેરિકન નાગરિક ઇયાન ગ્રિલોટનું અહીંયાની ઇન્ડિયન કોમ્યુનિટીએ સમ્માન કરવાનો નિર્ણય લીધો છે. 
- ઉલ્લેખનીય છે કે, ગત 22 ફેબ્રુઆરીએ કેન્સાસના એક બારમાં થયેલા ફાયરિંગમાં ભારતીય એન્જિનિયરનું મોત થયું હતું, જ્યારે આલોક મદાસાની નામના વ્યક્તિનો જીવ ઇયાન ગ્રિલોટે બચ્વાયો હતો.
- હુમલામાં ગ્રિલોટ પણ ઘાયલ થયા હતા. 
 
શું હતો મામલો
 
- ઉલ્લેખનીય છે કે, કેન્સાસના એક બારમાં 22 ફેબ્રુઆરીએ અમેરિકન નેવીના એક્સ ઓફિસરે આ ભારતીયો પર ફાયરિંગ કર્યું હતું. 
- હુમલામાં ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલાનું મૃત્યુ થયું હતું. જ્યારે તેમના મિત્ર આલોક મદાસાની ઘાયલ થયા હતા. આ જ આલોકને ઇયાન ગ્રિલોટે બચાવ્યા હતા. ઇયાન પોતે જ હુમલાખોરની સામે આવીને ઊભા રહ્યા હતા. 
 
ગ્રિલોટે શું કહ્યું 

- ગ્રિલોટ અંગે ઇન્ડિયન હાઉસ ગાલાએ કહ્યું કે, તેઓ એક સાચા અમેરિકન હીરો છે. 25 માર્ચે તેમનું સમ્માન કરવામાં આવશે.
- ગ્રિલોટે પોતાનું સમ્માન કરવા અંગે કહ્યું કે, હું તમારી બધાની પ્રાર્થનાઓ વિના સ્વસ્થ થઇ શક્યો ન હોત. હું 25 માર્ચે ઇન્ડિયન હાઉસ ગાલાના હ્યુસ્ટનમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લઇશ. તમારો આભાર. તમે લોકો ખરેખર સારા માણસો છો. 

RECOMMENDED

Advertisement
Advertisement