HeadingMore

Advertisement

ગુજ્જુ સહિત આ ડોક્ટર્સની કમાલ: ઉતારી ડો. હાથી, વેંકૈયા ને ગડકરીની ‘ચરબી’

Apurv Parekh, Valsad | Apr 01,2016 12:36 AM IST
  • ગુજ્જુ સહિત આ ડોક્ટર્સની કમાલ: ઉતારી ડો. હાથી, વેંકૈયા ને ગડકરીની ‘ચરબી’
  • ગુજ્જુ સહિત આ ડોક્ટર્સની કમાલ: ઉતારી ડો. હાથી, વેંકૈયા ને ગડકરીની ‘ચરબી’
  • ગુજ્જુ સહિત આ ડોક્ટર્સની કમાલ: ઉતારી ડો. હાથી, વેંકૈયા ને ગડકરીની ‘ચરબી’
  • ગુજ્જુ સહિત આ ડોક્ટર્સની કમાલ: ઉતારી ડો. હાથી, વેંકૈયા ને ગડકરીની ‘ચરબી’
    +11
અમદાવાદ: વજન ઉતારવું એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. ભારે ભરખમ કાયા ધરાવતા લોકોમાં ઓબેસિટીનું ઓપરેશન કરાવવાનો ટ્રેન્ડ ધીમે ધીમે વધી રહ્યો છે ત્યારે આપણે અહીં કેટલાક એવા ડૉક્ટર્સની વાત કરી રહ્યા છીએ કે જેમણે અત્યાર સુધીમાં 4,000થી વધુ લોકોની ‘ચરબી’ ઉતારી છે. મતલબ કે આ ડૉક્ટર્સે ઓબેસિટીના 4,000થી વધુ ઓપરેશનો કર્યા છે. મુંબઇના ડૉ. મુફઝ્ઝલ લાકડાવાલાના નેતૃત્વ હેઠળના ડૉક્ટર્સની આ ટીમ કે જેમાં વલસાડના ડૉ. રાજેશ શ્રીવાસ્તવ પણ છે એ ટીમે કેન્દ્રીય પ્રધાનો અને ભાજપના વરિષ્ઠ નેતા- વેંકૈયા નાયડુ, નીતિન ગડકરી, ફિલ્મ અભિનેત્રી રીના રોય સહિત કેટલીય સેલિબ્રિટીઝના ઓબેસિટીના ઓપરેશન કર્યા છે.
2 of 12
3 of 12
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મહાકાય શરીરનાં કારણે ચર્ચામાં રહેલા ડો. હંસરાજ હાથી ભલે સિરિયલમાં ડોક્ટરનો રોલ ભજવતા હોય. પણ વાસ્તવમાં ડૉ. હાથીએ ડૉ. મુફઝ્ઝલ લાકડાવાલાની ટીમ પાસે ઓબેસિટીનું ઓપરેશન કરાવ્યું છે. વર્ષ 2010માં 254 કિલો વજન ધરાવતા ડો હાથી ઉર્ફે કવિ કુમાર આઝાદે વર્ષ 2014માં ઓબિસિટીના ઓપરેશન બાદ 80 કિલો જેટલુ વજન ઉતાર્યુ છે. સિરિયલમાં ડૉ. હાથી નવા અવતારમાં જોવા મળી શકે છે.

આવી જ રીતે સલમા ખાને જાન્યુઆરી, 2013માં સર્જરી કરાવી તે પહેલાં તેમનું 91 કિલો વજન હતું, જેના કારણે તેમને પગના સાંધામાં દુખાવો થતો હતો અને ચાલવામાં પણ તકલીફ પડતી હતી. આ કારણથી તેઓ ખૂબ ચિંતાતુર રહેતા હતા.સલમાન તેના મધર સલમા ખાન અને ફાધર સલીમ ખાન બન્નેની સર્જરી કરાવવા ઇચ્છતો હતો પરંતુ સલીમ ખાન સર્જરીની વિરુદ્ધ હતા. તેમનાં વાઇફ સર્જરી કરાવે તેની સામે પણ તેમને વાંધો હતો. ત્યાર બાદ એક દિવસ સલમા ખાન ઘરના બાથરૂમમાં પડી જતાં ઇજાગ્રસ્ત થયા હતા.
ત્યારે સલમાને ડૉ. મુફીને ફોન કરીને કહેલું કે, ‘મુફી, મમ્મીની સર્જરી માટે ડૅડને મનાવવાની આપણી પાસે આ એકમાત્ર તક છે.’ ત્યાર બાદ ડૉ. મુફીએ સલમાનના ઘરે જઇને સલીમ ખાનને કન્વિન્સ કર્યા હતા કે મોર્બિડ ઓબેસિટી માટે સર્જરી જ એકમાત્ર વિકલ્પ છે. ડૉ. મુફીના જણાવ્યા અનુસાર, ‘સર્જરી બાદ સલમા ખાન બધી જ દવાઓ બંધ કરી ચૂક્યા છે. તેઓ હવે પહેલા કરતા વધારે ટ્રાવેલિંગ પણ કરી શકે છે. તેઓ મને મજાકમાં ઘણીવાર કહે છે કે દુનિયા માટે ભલે મારો દીકરો સુપરસ્ટાર હોય પણ મારા માટે તો તમે જ સાચા સુપરસ્ટાર છો.’
 
આગળ વાંચો ઓબેસિટીના ઓપરેશનની સફળતા માટે પેશન્ટે કેવી મહેનત કરવી પડે, ઓપરેશનનાં લાભ અને ગેરલાભ...
4 of 12
- ઓબેસિટીના ઓપરેશનની સફળતા માટે પેશન્ટે પણ મહેનત કરવી પડે છે
- પોતાને ગમતી લાઇફસ્ટાઇલ સાથે ઓપરેશન સફળ ન થઇ શકે

અરૂણ જેટલી, નીતિન ગડકરી, રીના રોય સહિતની સેલિબ્રિટીઓના ઓપરેશન કરનારા ડૉ. મુફઝ્ઝલ લાકડાવાલાની ટીમે છેલ્લા 12 વર્ષોમાં 4 હજારથી વધુ ઓપરેશનો કર્યા છે, જેમાં 20 વર્ષના યુવાનથી લઇ 65 વર્ષના વૃદ્ધનો પણ સમાવેશ થાય છે. ડૉ. લાકડાવાલા પહેલાં દિલ્હીની એક જાણીતી હોસ્પિટલમાં હતા અને હાલ મુંબઇમાં પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે. જાડાપણું કે સ્થૂળતા માટેનું ઓપરેશન કોઇ જાદુ નથી. તેના માટે દર્દીઓએ પણ મહેનત કરવી પડે છે. પોતાનું મનપસંદ અનહેલ્ધી જીવન જીવીને આ ઓપરેશન થઇ શકે નહીં. આ ઓપરેશન અગાઉ દર્દીઓએ કેટલીક તકેદારી રાખવી પડતી હોવાનું ડૉક્ટર્સ જણાવી રહ્યા છે.

ઓપરેશન કરાવવું હોય તો આટલું કરો- ડૉ. મુફઝ્ઝલ લાકડાવાલા

- 15 દિવસ પ્રવાહી ખોરાક, 15 દિવસ હળવો ખોરાક લેવો.
- ઓપરેશન પહેલાં 3 થી 6 મહિના સુધી ભારે ખોરાક લેવો નહીં.
- 4 સપ્તાહ સુધી રોજના 30 થી 35 મિનિટ સાયકલિંગ, વૉકિંગ કે સ્વિમિંગ કરવું જરૂરી.
- ઓપરેશન અગાઉના 6 મહિના શરાબ કે તમાકુના વ્યસનથી દૂર રહેવું.
- ભારે વજન ઊંચકવું નહીં.
- યોગ્ય જીવનશૈલી જીવવાની ટેવ પાડવી.
 
ઓબેસિટીના ઓપરેશનનો ટ્રેન્ડ વધી રહ્યો છે

ઓબેસિટીના ઓપરેશનની શરૂઆત વર્ષ 2004માં કરી હતી. ત્યારે 4 ઓપરેશન કર્યા હતા. આજની તારીખમાં આ આંક 4 હજારને પાર કરી ગયો છે. નીતિન ગડકરી, વેંકૈયા નાયડુ, રીના રોય વગેરે હસ્તીઓના પણ ઓપરેશન કર્યા છે. - ડૉ. મુફઝ્ઝલ લાકડાવાલા, ઓબેસિટી ઓપરેશન સ્પેશ્યાલિસ્ટ, મુંબઇ.
 
170 કિલો સુધીના દર્દીઓ ઓપરેશન કરાવી રહ્યા છે

100 કિલોથી લઇ 170 કિલો વજનના દર્દીઓ ઓબેસિટીનું ઓપરેશન કરાવતા હોય છે. આ દર્દીઓને ઓપરેશન પહેલાં યોગ્ય ખોરાક માટેનું અને કસરતનું શિડ્યુલ આપવામાં આવે છે. ત્યારબાદ તેમની શારિરીક સ્થિતિ જોઇને ઓપરેશન કરવામાં આવે છે. ઓપરેશન પછી એકથી સવા વર્ષમાં જ 60થી 65 ટકા જેટલું વજન ઉતરે છે અને મેદસ્વી વ્યક્તિને નવો જ અવતાર મળે છે.
5 of 12
શું છે બેરિયાટીક સર્જરી (વેઇટ લોસ સર્જરી)

બેરિયાટીક સર્જરી કે વેઇટ લોસ સર્જરીમાં મુખ્યત્વે જઠરને નાનું કરી દેવામાં આવે છે. આપણે જે ખોરાક લઇએ છે તે હોજરીમાં એટલે કે જઠરમાં જાય છે. આ સર્જરી વડે જઠરને નાનું કરી દેવામાં આવે છે. જઠરને સ્ટેપલ (સિલાઇ) કરી નાનું કરી દેવામાં આવે છે, જેથી ખોરાક ખાવાની ક્ષમતામાં 90 ટકા જેટલો ઘટાડો થઇ જાય છે. આ ઘટાડા સાથે માત્ર 12 મહિનામાં 60 ટકા જેટલું વજન ઘટાડી શકાય છે. કુદરતી રીતે ખોરાક ઓછો થઇ જવાથી શરીરની ચરબી ઓગળવા માંડે છે અને વજન ઘટવા માંડે છે.

ઓબેસિટીના ઓપરેશનના અનેક લાભ

ઓબેસિટી ઓપરેશનના સ્પેશ્યાલિસ્ટ, અનેક સેલિબ્રિટીના ઓબેસિટીના ઓપરેશન કરનારા વલસાડ જિલ્લાના ડૉ. રાજેશ શ્રીવાસ્તવે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મેદસ્વીતાના કારણે અનેક પ્રકારના રોગો શરીરમાં ઘર કરી જતા હોય છે. વધુ પડતા વજનની અસર ખાસ કરીને ઘૂંટણ પર પડે છે. આ સિવાય ડાયાબિટીસ, હાઇપર ટેન્શન, હાઇ કોલેસ્ટેરોલ અને હાર્ટ પ્રોબ્લેમ શરૂ થઇ જાય છે, પરંતુ ઓબેસિટી ઓપરેશનથી વજન ઉતરે છે અને આ તમામ રોગો સામે રક્ષણ પણ મળી રહે છે.

શું તકલીફ પડી શકે ?

ઓબેસિટીના ઓપરેશનના કારણે વ્યક્તિનો ખોરાક ખૂબ જ ઘટી જતો હોય છે. શરીરને જોઇતી એનર્જી કે કેલેરી શરીર ચરબીમાંથી લઇ લેતી હોય છે, પરંતુ ઓછા ખોરાકના કારણે શરીરને વિટામીન્સ અને અન્ય પોષક તત્વો મળી શકતા નથી. જેના માટે ઓપરેશન બાદ દર્દીએ મલ્ટિ-વિટામીનની દવાઓ લેવી પડતી હોય છે. આ દવા તેમણે આજીવન પણ લેવી પડતી હોય છે. દર્દીનું મનોબળ પણ ખૂબ મક્કમ હોવું જોઇએ. ખોરાક પર 80 ટકા જેટલો પ્રતિબંધ લાગી જવાથી માનસિક હતાશા આવી શકે છે, જેથી દર્દીને ખૂબ જ મોટીવેશનની પણ જરૂર પડતી હોય છે.
 
આગળ જુઓ વેંકૈયા નાયડુ, રીના રોય સહિતનાં જાણીતા ચહેરાની ઓપરેશન પહેલા અને પછીની તસવીરો...
6 of 12
7 of 12
8 of 12
ભાજપ નેતા વેંકૈયા નાયડુ
ભાજપ નેતા વેંકૈયા નાયડુ
ભાજપ નેતા વેંકૈયા નાયડુ
9 of 12
સલમાનની માતા સલમા ખાન
સલમાનની માતા સલમા ખાન
સલમાનની માતા સલમા ખાન
10 of 12
ફિલ્મ અભિનેત્રી રીના રોય
ફિલ્મ અભિનેત્રી રીના રોય
ફિલ્મ અભિનેત્રી રીના રોય
તારક મહેતા...ના ડો હાથી,મુફઝ્ઝલ લાકડાવાલા
12 of 12
કોંગ્રેસી નેતા નીતિન રાવત
કોંગ્રેસી નેતા નીતિન રાવત

RECOMMENDED

Advertisement
Advertisement