HeadingMore

Advertisement

324 વર્ષનો વૃદ્ધ બન્યો આ Actor, જ્યારે આ સ્ટાર્સને ઓળખી ના શક્યા દર્શકો

divyabhaskar.com | Apr 21,2017 3:23 PM IST
  • 324 વર્ષનો વૃદ્ધ બન્યો આ Actor, જ્યારે આ સ્ટાર્સને ઓળખી ના શક્યા દર્શકો

    +9
મુંબઇઃ તાજેતરમાં જ સુશાંત સિંહ રાજપુત અને ક્રિતિ સેનન સ્ટારર 'રાબ્તા'નું ટ્રેલર રીલિઝ થયું છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ પણ ગેસ્ટ અપિયરન્સમાં જોવા મળશે. 'રાબ્તા'માં રાજકુમાર રાવ 324 વર્ષના વૃદ્ધનો રોલ કરવાનો છે. આ રોલ માટે તેણે પોતાના દેખાવમાં ધરમૂળથી ફેરફાર કર્યો છે. રાજકુમાર રાવનો આ લુક એટલો હટકે છે કે ઓળખી જ ના શકાય. તેનો આ નવો લુક સોશ્યિલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, રાજકુમાર રાવ પહેલા પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં રીતિક રોશન, કમલ હસન, અક્ષય કુમાર સહિત અનેક એવા એક્ટર છે. જેમણે રિયલ લુક માટે મેકઅપની મદદ લઇ પોતાના દેખાવને ડિફરન્ટ બનાવ્યો હોય.
2 of 10
\'રાબ્તા\'માં રાજકુમાર રાવ 324 વર્ષના વૃદ્ધના રોલમાં જોવા મળશે
\'રાબ્તા\'માં રાજકુમાર રાવ 324 વર્ષના વૃદ્ધના રોલમાં જોવા મળશે
\'રાબ્તા\'માં રાજકુમાર રાવ 324 વર્ષના વૃદ્ધના રોલમાં જોવા મળશે
.
3 of 10
તામિલ ફિલ્મ 'આઇ'માં વિક્રમનો આવો હટકે લુક હતો
તામિલ ફિલ્મ 'આઇ'માં વિક્રમનો આવો હટકે લુક હતો
તામિલ ફિલ્મ 'આઇ'માં વિક્રમનો આવો હટકે લુક હતો
2015માં આવેલી તામિલ ફિલ્મ 'આઇ'માં વિક્રમનો ડેન્જરસ લુક જોવા મળ્યો હતો. ડિરેક્ટર શંકર દ્વારા બનાવાયેલી આ ફિલ્મ માટે વિક્રમને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ (તામિલ) પણ મળ્યો હતો. 'આઇ'માં વિક્રમનો એવો લુક હતો જેથી દર્શકો તેને ઓળખી શક્યા ના હતાં. 'આઇ' 2015માં સૌથી વધુ કમાણી કરનાર તામિલ ફિલ્મ હતી. 
4 of 10
અમિતાભ બચ્ચને 'પા'માં પ્રોજેરિયાથી પીડિત બાળકનો રોલ કર્યો હતો
અમિતાભ બચ્ચને 'પા'માં પ્રોજેરિયાથી પીડિત બાળકનો રોલ કર્યો હતો
અમિતાભ બચ્ચને 'પા'માં પ્રોજેરિયાથી પીડિત બાળકનો રોલ કર્યો હતો
આર બાલ્કીના ડિરેક્શનમા બનેલી 'પા'માં અમિતાભ બચ્ચને પ્રોજેરિયા નામના રોગથી પીડાતા બાળક 'ઓરો' નો રોલ કર્યો હતો. 2009માં આવેલી આ ફિલ્મમાં 66 વર્ષના અમિતાભ બચ્ચનને 13 વર્ષના બાળક જેવો લુક આપવા માટે હોલિવૂડના મેકઅપ આર્ટિસ્ટની મદદ લેવામાં આવી હતી. ફિલ્મમાં અમેઝિંગ દેખાવા માટે અમિતાભને મેકઅપ પાછળ જ અનેક કલાકો આપવી પડતી હતી.
5 of 10
સંજય ગઢવીના ડિરેક્શન હેઠળ બનેલી 'ધૂમ 2'માં રીતિક રોશને પણ અનેક કેરેક્ટર કર્યા હતાં
સંજય ગઢવીના ડિરેક્શન હેઠળ બનેલી 'ધૂમ 2'માં રીતિક રોશને પણ અનેક કેરેક્ટર કર્યા હતાં
સંજય ગઢવીના ડિરેક્શન હેઠળ બનેલી 'ધૂમ 2'માં રીતિક રોશને પણ અનેક કેરેક્ટર કર્યા હતાં
2006માં સંજય ગઢવીના ડિરેક્શન હેઠળ બનેલી 'ધૂમ 2'માં રીતિક રોશને પણ અનેક કેરેક્ટર કર્યા હતાં. જેમાંથી એક કેરેકટરમાં તે મહારાણી બન્યો હતો. આ ફિલ્મમાં ચોર બનેલા રીતિક રોશને પણ મેકઅપની મદદથી પોતાના લુક્સમાં ફેરફાર કર્યા હતાં. આ ફિલ્મમાં તેના દેખાવને ડિફરન્ટ લુક આપવા માટે બ્રિટીશર મેકઅપ ટીમની મદદ લેવામાં આવી હતી.
6 of 10
'રોબોટ'ની સિક્વલમાં અક્ષય કુમાર ડૉ.રિચર્ડ નામના વૈજ્ઞાનિકના રોલમાં દેખાશે
'રોબોટ'ની સિક્વલમાં અક્ષય કુમાર ડૉ.રિચર્ડ નામના વૈજ્ઞાનિકના રોલમાં દેખાશે
'રોબોટ'ની સિક્વલમાં અક્ષય કુમાર ડૉ.રિચર્ડ નામના વૈજ્ઞાનિકના રોલમાં દેખાશે
 '2.0' માટે જ્યારે પહેલીવાર અક્ષયનો લુક સામે આવ્યો હતો ત્યારે સોશ્યિલ મીડિયામાં તે છવાઇ ગયો હતો. 'રોબોટ'ની સિક્વલમાં અક્ષય કુમાર ડૉ.રિચર્ડ નામના વૈજ્ઞાનિકના રોલમાં દેખાશે. જે એક ખોટા પ્રયોગના કારણે કાગડા જેવો બની જાય છે. અક્ષયે જણાવ્યું હતું કે,"બોલિવૂડના મારા 25 વર્ષ દરમિયાન મેકઅપ માટે આટલી મુશ્કેલી ક્યારેય આવી નથી. આ ફિલ્મના મેકઅપ માટે મારે 5-6 કલાક સુધી બેસવું પડતું હતું. ચાર કલાક મેકઅપ કરવા માટે થતાં હતા. જ્યારે એક કલાક મેકઅપ ઉતારવા માટે થતો હતો." 
7 of 10
રિષિ કપૂર 'કપૂર એન્ડ સન્સ'માં ક્યૂટ દાદુ તરીકે છવાઇ ગયા હતાં
રિષિ કપૂર 'કપૂર એન્ડ સન્સ'માં ક્યૂટ દાદુ તરીકે છવાઇ ગયા હતાં
રિષિ કપૂર 'કપૂર એન્ડ સન્સ'માં ક્યૂટ દાદુ તરીકે છવાઇ ગયા હતાં
પોતાની કોન્ટ્રોવર્શિયલ ટ્વિટ્સને લઇને હંમેશા સોશ્યિલ મીડિયામાં છવાયેલા રહેતા રિષિ કપૂર 'કપૂર એન્ડ સન્સ'માં ક્યૂટ દાદુ તરીકે છવાઇ ગયા હતાં. પોતાના આ લુક માટે તેમણે પણ પ્રોસ્ટેથિક મેકઅપની મદદ લીધી હતી.
8 of 10
અર્જુન કપૂરે એક જાહેરાત માટે ડિફરન્ટ લુક અપનાવ્યો હતો
અર્જુન કપૂરે એક જાહેરાત માટે ડિફરન્ટ લુક અપનાવ્યો હતો
અર્જુન કપૂરે એક જાહેરાત માટે ડિફરન્ટ લુક અપનાવ્યો હતો
બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર પણ એક ટેલિવિઝનની જાહેરાતમાં જોવા મળ્યો હતો. જેના માટે તેણે ડિફરન્ટ કેરેક્ટર કરવાનું હતું. આ જાહેરાતમાં તેને વૃદ્ધ વ્યક્તિનો રોલ કરવાનો હતો. આ માટે તેનો લુક બદલાયેલો જોવા મળતો હતો.
9 of 10
'દશાવતારમ'માં કમલ હસને દસ રોલ કર્યા હતા
'દશાવતારમ'માં કમલ હસને દસ રોલ કર્યા હતા
'દશાવતારમ'માં કમલ હસને દસ રોલ કર્યા હતા
કમલ હસન અલગ રોલ કરવા માટે જાણીતો એક્ટર છે. 'ચાચી 420'થી લઇને 'દશાવતારમ' સુધી તે અનેક ફિલ્મ્સમાં હટકે લુકમાં જોવા મળ્યો છે. 'દશાવતારમ'માં તેણે અનેક કેરેક્ટર્સ કર્યા હતાં. જેના માટે તેણે પ્રોસ્ટેથિક મેકઅપની મદદ લીધી હતી.
10 of 10
'ફેન'માં શાહરૂખ ખાન ડબલ રોલમાં જોવા મળ્યો હતો
'ફેન'માં શાહરૂખ ખાન ડબલ રોલમાં જોવા મળ્યો હતો
2016માં રીલિઝ થયેલી ફિલ્મ 'ફેન'માં શાહરૂખ ખાન ડબલ રોલમાં જોવા મળ્યો હતો. તે એક ફેન અને એક સુપરસ્ટારની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં ડિફરન્ટ લુક મેળવવા માટે શાહરૂખ ખાને પણ પ્રોસ્ટેથિક મેકઅપની મદદ લીધી હતી.

RECOMMENDED

Advertisement
Advertisement