HeadingMore

Advertisement

સુરતઃ અનોખી નોંધ સાથેની કંકોત્રી બાદ લગ્નમાં થયો પુસ્તકોનો ઢગલો

Pankaj Ramani,Surat | Feb 18,2017 12:07 PM IST
  • સુરતઃ અનોખી નોંધ સાથેની કંકોત્રી બાદ લગ્નમાં થયો પુસ્તકોનો ઢગલો
  • સુરતઃ અનોખી નોંધ સાથેની કંકોત્રી બાદ લગ્નમાં થયો પુસ્તકોનો ઢગલો
  • સુરતઃ અનોખી નોંધ સાથેની કંકોત્રી બાદ લગ્નમાં થયો પુસ્તકોનો ઢગલો
  • સુરતઃ અનોખી નોંધ સાથેની કંકોત્રી બાદ લગ્નમાં થયો પુસ્તકોનો ઢગલો
    +9
સુરતઃ શહેરના પાટીદારો પહેલાંથી જ કંઈક નવી પહેલ કરવા માટે જાણીતા છે. તેમાં પણ લગ્નમાં પાટીદારો સમાજને નવી રાહ ચિંધતા આવ્યાં છે. ત્યારે વઘાસિયા પરિવારમાં યોજાયેલા લગ્નમાં રોકડ-ભેટ સોગાદની જગ્યાએ પુસ્તકો સ્વિકારમાં આવ્યાં હતાં. લગ્નની કંકોત્રીમાં જ પુસ્તક અંગેની નોંધ લખાઈ હોવાથી સગા સંબંધીઓએ પણ હોંશે હોશે પુસ્તકો ભેટમાં આપ્યા હતાં. જેથી લગ્નમાં પુસ્તકોનો ઢગલો થઈ ગયો હતો. 
 
1500 જેટલા પુસ્તકો ગીફ્ટમાં આવ્યાં
 
વરાછા વિસ્તારમાં રહેતા મનસુખભાઈ નાથાભાઈ વઘાસિયાના બે દીકરાઓ રાજેશ અને હિતેશનાં લગ્ન 16મી ફેબ્રુઆરીની સાંજે લગ્ન યોજાયા હતાં. જેમાં અગાઉ જ કંકોત્રીમાં નોંધ લખાઈ હતી કે, ‘ચાંદલાને બદલે પુસ્તકો સ્વીકારવામાં આવશે..!’જેથી સગા સંબંધીઓ પણ હોંશે હોંશે પુસ્તકો લઈને આવ્યાં હતાં. અને પુસ્તકો ગીફ્ટમાં આપવામાં આવતાં અંદાજે 1500 જેટલા પુસ્તકો એકઠા થયા હતાં. જેની હવે લાયબ્રેરી બનાવવામાં આવશે અને ફરી પુસ્તકો લોકોને વાંચવા માટે વિનામુલ્યે અપાશે.
લગ્નની કંકોત્રીમાં માત્ર પુસ્તક લેવામાં આવશે તેવી નોંધ બાદ મહેમાનોએ પુસ્તકો આપ્યાં હતાં.
3 of 10
કંકોત્રી બાદ લગ્ન સ્થળે જ પુસ્તક કાઉન્ટર અંગે દિશાનિર્દેશ કરાયો હતો.
કંકોત્રી બાદ લગ્ન સ્થળે જ પુસ્તક કાઉન્ટર અંગે દિશાનિર્દેશ કરાયો હતો.
કંકોત્રી બાદ લગ્ન સ્થળે જ પુસ્તક કાઉન્ટર અંગે દિશાનિર્દેશ કરાયો હતો.
સંબંધીઓએ અનોખી પ્રથાને વખાણી
 
વરરાજા મિત્ર ડો. ગોયાણીએ જણાવ્યું હતું કે, તેઓના હાથમાં જ્યારે કંકોત્રી આવી ત્યારે તેમને આ વિચાર ખૂબ ગમ્યો હતો. બાદમાં પુસ્તકો આપવા માટે તેઓ પુસ્તક સ્ટોર પર ગયા હતાં. અને સમાજમાં ઉપયોગી થાય તેવા પુસ્તકો તેમણે ખરીદયા હતાં. આ વિચારને પ્રોત્સાહન મળે તે માટે લગ્નમાં આઠેક જેટલી બુક ગીફ્ટ કરી હતી. સાથે લોકો આ અનોખા લગ્નમાંથી પ્રેરણા મેળવીને વાંચન વધારે તેવી ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો પુસ્તકો સ્વિકારવાનો વિચાર ક્યાંથી આવ્યો
4 of 10
મહેમાનોએ પુસ્તકો આપવા માટે લાઈનો લગાવી હતી.
મહેમાનોએ પુસ્તકો આપવા માટે લાઈનો લગાવી હતી.
મહેમાનોએ પુસ્તકો આપવા માટે લાઈનો લગાવી હતી.

લોકોનું નોલેજ પુસ્તકો વધારશે
 
રાજેશ અને હિતેશનાં મોટાભાઇ ભાવેશ વઘાસિયા કહે છે કે, 'હું ભણતો હતો ત્યારે મારા કાકા રમેશ વઘાસિયા પુસ્તકો વાંચવા આગ્રહ કરતાં. ક્યાંક ગૂંચવાયા હોઇએ તો એ સલાહ આપવાને બદલે પુસ્તકો આપીને કહેતા કે આમાંથી રસ્તો જડી જશે. પુસ્તકોને કારણે નોલેજ વધ્યું અને હું પ્રગતિ કરતો ગયો. પુસ્તકોને મને ફાયદો થયો એટલે હું બધાંને ગીફ્ટમાં પુસ્તકો જ આપતો. મારી પત્નીનાં શ્રીમંત વખતે પણ અમે પુસ્તકો જ ગીફ્ટમાં લીધા હતા. લોકો વાંચતા થાય એ હેતુથી મારા બન્ને નાના ભાઇઓનાં લગ્નમાં પુસ્તકો જ ગીફ્ટ તરીકે અને ચાંદલા તરીકે લેવાનું નક્કી કર્યું અને તેથી જ આજે લગ્નમાં અંદાજે 1500 જેટલા પુસ્તકો આવ્યાં છે. જે આગામી સમયમાં ફરી લોકોને વાંચન માટે વિનામુલ્યે આપવામાં આવશે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, વાચનની ભૂખ લાગવી જોઇએ
5 of 10
મહેમાનોએ હોંશે હોંશે પુસ્તકો આપ્યાંહતાં.
મહેમાનોએ હોંશે હોંશે પુસ્તકો આપ્યાંહતાં.
મહેમાનોએ હોંશે હોંશે પુસ્તકો આપ્યાંહતાં.

વાંચનની ભૂખ લાગવી જોઇએ 
 
લગ્ન કરનાર દુલ્હન પ્રિયંકાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લોકો પુસ્તકોની દુકાનમાં જતા નથી, અમે ચાંદલા અને ગીફ્ટ તરીકે માત્ર પુસ્તકો જ લેવાનું નક્કી કર્યું હતું. એટલે અમારા સગા-સંબંધીઓ અને મિત્રોએ ફરજીયાત પુસ્તકોની દુકાન સુધી જવું પડ્યું હતું. અને અમને તો એમણે પુસ્તકો આપ્યા પણ હવે પછીના પુસ્તકો તેમની પણ વાંચન ભુખ ઉઘાડશે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, લાઇબ્રેરી બનાવાશે
6 of 10
પુસ્તક સ્વિકારવા માટે અલગથી સ્ટોલ કરાયો હતો.
પુસ્તક સ્વિકારવા માટે અલગથી સ્ટોલ કરાયો હતો.
પુસ્તક સ્વિકારવા માટે અલગથી સ્ટોલ કરાયો હતો.

લાઇબ્રેરી બનાવાશે
 
વઘાસિયા પરિવાર દ્વારા લગ્ન મંડપમાં ખાસ સૂચના મુકીને પુસ્તક સ્ટોલ ઉભો કર્યો હતો. જેમાં એક પછી એક પુસ્તકો સ્વિકારવામાં આવ્યાં હતાં. આ પુસ્તકોની સામે ભેટ આપનારને એક સ્લીપ અને કાર્ડ અપાયું હતું. આ કાર્ડ હેપ્પી યુથ ગ્રુપ દ્વારા પુસ્તકોમાંથી તૈયાર થનાર લાઇબ્રેરીનું સભ્યપદ સમાન બન્યું છે. અને આ કાર્ડ બતાવનારને બાદમાં પુસ્તકો વિનામુલ્યે વાંચવા માટે આપવામાં આવશે. 
  
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
7 of 10
સ્ટોલ પર મોટી સંખ્યામાં પુસ્તકો આવ્યાં હતાં.
સ્ટોલ પર મોટી સંખ્યામાં પુસ્તકો આવ્યાં હતાં.
સ્ટોલ પર મોટી સંખ્યામાં પુસ્તકો આવ્યાં હતાં.
8 of 10
બે ભાઈઓના લગ્નમાં આવેલા પુસ્તકોની લાયબ્રેરી બનશે.
બે ભાઈઓના લગ્નમાં આવેલા પુસ્તકોની લાયબ્રેરી બનશે.
બે ભાઈઓના લગ્નમાં આવેલા પુસ્તકોની લાયબ્રેરી બનશે.
9 of 10
મહેમાનો એક કરતાં વધુ પુસ્તકો આપ્યાં હતાં.
મહેમાનો એક કરતાં વધુ પુસ્તકો આપ્યાં હતાં.
મહેમાનો એક કરતાં વધુ પુસ્તકો આપ્યાં હતાં.
10 of 10
લગ્ન સમારંભમાં આવેલા લોકોએ પણ અનોખી લાગણી અનુભવી હતી.
લગ્ન સમારંભમાં આવેલા લોકોએ પણ અનોખી લાગણી અનુભવી હતી.

RECOMMENDED

Advertisement
Advertisement